ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલી કોયલી બાયપાસ પાસે ગત 15 ડિસેમ્બર ના રોજ ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મૃત્યુ પામેલ રાધેશ્યામ ગુપ્તા ને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતા. ત્યારે મૃત્યુ પામેલ રાધેશ્યામ ગુપ્તાના ખિસ્સામાંથી રૂા.22000 હજાર રોકડ અને એક સોનાની ચેન મળી આવેલ હતી ત્યારે સિવિલ હોસ્પિટલના પી.એમ. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી સંજય બાબુભાઇ વાઢેર (કાલી) તેઓએ એમ.એલ.સી. વિભાગમાં ચિરાગભાઇ પરમારને જાણે કરેલ અને તેમના સગા સબંધીને 22 હજાર રોકડ તથા સોનાની ચેન પરત કરીને ફરજ નિષ્ઠા સાથે માનવતાનું ઉદાહરણ પૂરૂ પડેલ હતું અને મૃતક પરિવારના સભ્યો છે આભાર માન્યો હતો.