ભાજપ પ્રદેશ પ્રમુખ ગઈકાલે સૌરાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે રેલીઓ અને સંમેલનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યાં હતા એટલું જ નહીં સી આર પાટીલ ખુદ માસ્ક વગર સેંકડો લોકો સાથે તસવીરમાં નજર ચડ્યા હતા.

જૂનાગઢ શહેરનાં પ્રથમ નાગરિક (મેયર) ધીરૂભાઇ ગોહેલ પણ આ કોરોના મહામારી વચ્ચે માસ્ક વગર નજરે પડ્યા હતા
આ ઝંડા રેલીમાં કેટલા માણસો એકઠા થયા હશે ?

આ આયોજનને પગલે કાયદા કાનૂનમાં માનતા ભાજપના જ એક નાનકડા વર્ગમાં કચવાટની લાગણી ફેલાઇ છે. અત્યારે કોરોનાને કારણે લોકોના એકત્ર થવા પર અનેક પ્રકારના પ્રતિબંધ અમલમાં છે. એ કાયદો મંદીરોને પણ લાગુ પડે છે. પોલીસે ઉત્સવો પણ યોજવા દીધા ન હતા. અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રા પણ રદ કરવી પડી હતી.ત્યાં સુધી કે ૧૫મી ઓગસ્ટના પર્વની સરકારી ઉજવણીમાં પણ કોરોના સંબંધિત પ્રતિબંધોનું પાલન કરાયું હતું.