ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાના નશામુક્ત કરતા ભાવનગર પોલીસ દ્રારા અભીયાન હાથ ધરવામાં આવેલ છે તેના ભાગરૂપે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ આધારભુત અને ચોક્ક્સ બાતમી હકિકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી એક ઇસમ રણજીત ઉર્ફે કાળુ S/O ગોવિંદભાઇ ઉર્ફે સીલુભાઇ બારૈયા/દેવીપુજક ઉ.વ.૨૫ રહેવાસીરીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તાર ભાવનગરવાળાને નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો વજન ૦.૪૧૪ કિલો ગ્રામ તથા વજનકાંટો વિગેરે સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ મારૂએ ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ ભરતનગર પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર F.S.L. ના સાયન્ટીફીક ઓફિસરશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.