15 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
- Advertisement -
રવિવારે 159 તાલુકામાં વરસાદ
રવિવારે 10 વાગ્યા સુધી રાજ્યના 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધૂકામાં 2.5 ઈંચ, જેતપુરમાં 2.5 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, ચૂડામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ પડયો છે.
આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીગના એંધાણ છે. દક્ષિણ ગુજરાતમાં આ પાંચ દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે જ્યારે મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.