કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર બહાર પાડવામાં આવેલ આ જાહેરનામામાં કમિશનર દ્વારા રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં હવે સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવવામાં આવ્યો છે. આ સાથે આવા વસ્ત્રોના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નોંધનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અપલી રહેશે.
- Advertisement -
રાજકોટમાં અનેક શોખીન યુવાનો સેના અને પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરતા હોય છે. પરંતુ હવે જો આવા વસ્ત્રો પહેરેલ વ્યક્તિ જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર બહાર પાડવામાં આવેલ આ જાહેરનામામાં કમિશનર દ્વારા રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ હવે રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવાઇ છે. આ સાથે આવા વસ્ત્રો એટલે કે સેના અને પોલીસના વસ્ત્રોના વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 એપ્રિલ સુધી જાહેરનામું અમલી રહેશે. જોકે સૌથી મહત્વની વાત છે કે, જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.