ખાલિસ્તાન સમર્થકોએ ઈસ્કોન મંદિરની દીવાલો પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’ , ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ , ‘સંત ભિંડરાવાલે શહીદ હૈ..’ નાં નારાઓ કાળા રંગથી લખ્યાં છે.

ઑસ્ટ્રેલિયાનાં મેલબર્નમાં છેલ્લા 15 દિવસની અંદર ત્રીજા હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. આ સાથે જ મંદિરની દીવાલો પર ભારત વિરોધી નારાઓ લખવામાં આવ્યાં છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયામાં 12 અને 17 જાન્યુઆરીનાં હુમલા બાદ ભારત વિરોધી નારા લખવામાં આવ્યાં હતાં. આ વખતે ત્યાંનાં ઈસ્કોન મંદિકની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક અને ભારત વિરોધી નારાઓ લખવામા્ં આવ્યાં છે.

હિન્દૂ સમુદાયની સરકારને માંગ
ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ’ , ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ , ‘સંત ભિંડરાવાલે શહીદ હૈ..’ નાં નારાઓ કાળા રંગથી લખ્યાં હતાં. આ ઘટનાને લઈને નારાજ ઑસ્ટ્રેલિયાનાં હિન્દૂ સમુદાયે સ્થાનીક સરકારથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે છેલ્લી ઘટનાઓ પર કોઈ કાર્યવાહી ન થઈ હોવાને કારણે આ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

ભારત પણ કરી રહ્યું છે આ ઘટનાની નિંદા
ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ ગયાં અઠવાડિયે આ ઘટનાઓને કડક નિંદા કરતાં ઑસ્ટ્રેલિયા સરકારને આ વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. ભારતે હિન્દૂ મંદિરોની સામે થયેલી આ ઘટનાઓ પર કેનબરા અને નવી દિલ્હીમાં પોતાની નારાજગી પણ નોંધાવી છે. આ પહેલા મેલબર્નમાં શ્રી શિવ વિષ્ણુ મંદિર અને સ્વામીનારાયણ મંદિરની બહાર પણ ઘટનાઓ બની ચૂકી છે.

મેલબર્ન સ્વામીનારાયણ મંદિર પર પર થયો હતો હુમલો
ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા હતા. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો છે તેનું નામ BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર “હિન્દુસ્તાન મુર્દાબાદ” ના નારા લખવામાં આવ્યા હતા.

BAPS સ્વામિનારાયણ મંદિરે શું કહ્યું?
હુમલાની નિંદા કરતા BAPS સ્વામિનારાયણ મંદિરે જણાવ્યું હતું કે, અમે આ તોડફોડ અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરીશું. આ સાથે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. મહત્વનું છે કે, ભિંડરાનવાલે ખાલિસ્તાની શીખ રાજ્યના વ્યાપક સમર્થક છે, જે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતા.