આજે એટલે કે ગુરુવારે હાસ્યકલાકાર રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય આપવામાં આવી છે.

21 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ હતી. બધાને હસાવનાર રાજૂ શ્રીવાસ્તવ બધાને રડાવીને ચાલ્યા ગયા. રાજૂ શ્રીવાસ્તવે 42 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન સામે લડ્યા બાદ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. રાજૂનું 58 વર્ષની ઉંમરે અવસાન થયું. આજે એટલે કે ગુરુવારે હાસ્યકલાકાર રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય આપવામાં આવી છે.

બધાને હસાવનાર કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ કાયમ માટે મૌન બની ગયા છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા. રાજૂના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. ચાહકો, સંબંધીઓ અને પરિવારજનોએ કોમેડિયનને ભીની આંખો સાથે વિદાય આપી.

અંતિમ યાત્રા
દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજૂ શ્રીવાસ્તવના પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર છે. રાજૂ શ્રીવાસ્તવના દ્વારકાના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. રાજૂના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો અને કારને ફૂલોથી શણગારવામાં આવી હતી. આ સાથે જ કાર પર કોમેડિયનની હસતી તસવીર લગાવવામાં આવી હતી. રાજૂ શ્રીવાસ્તવના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ જમા થઈ હતી અને દરેકની આંખો ભીની હતી.

42 દિવસથી હતા હોસ્પિટલમાં દાખલ
જણાવી દઈએ કે રાજૂ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજૂને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજૂના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.

10 ઓગસ્ટના રોજ ટ્રેડમિલ પર દોડી રહેલા રાજૂને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તેઓ નીચે પડ્યા હતા. પડવાને કારણે તેમને માથામાં ગંભીર ઈજા પંહોચી હતી. રાજૂને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જો કે AIIMSના ડોક્ટરોએ રાજૂને બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા અને વચ્ચે રાજૂની તબિયતમાં પણ સુધારો થતો જોવા મળ્યો હતો. એ સમયે એમના પરિવાર અને ચાહકોને આશા હતી કે રાજૂ ઠીક થઈ જશે પણ ગઈ કાલે જીવન સાથેની એ લડાઈ સામે હારીને રાજૂએ છેલ્લો શ્વાસ લીધો હતો.