સોમવારે કણસાગરા કોલેજ ખાતે રેલી સહિતનું એઈડ્સ પ્રિવેન્શન કલબનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા વિશ્ર્વ એઈડ્સ દિવસ ઉજવણીની આજથી શહેરમાં શરૂ થઈ હતી. જેમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે ધો. 9થી 12ના એક હજાર વિદ્યાર્થી તથા 100 એન.સી.સી. કેડેટ દ્વારા વિશાળ એઈડ્સ જાગૃતિ રેડરિબન નિર્માણ કરવામાં આવી હતી જેમાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા સાથે સ્ટાફગણે જહેમત ઉઠાવીને વિશાળ છાત્રોમાં જાગૃતિ ફેલાવી હતી.
- Advertisement -
એઈડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા શહેરમાં આજથી સતત ચાર માસ સુધી બસોથી વધુ આયોજન કરીને શહેર-જિલ્લાની 1500થી વધુ શાળાના બે લાખ છાત્રોને આવરી લેવાશે તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલું છે. આ આયોજન સોમવારે સવારે 9 વાગે જે તે શાળામાં યોજાશે. કાલે શનિવારે સવારે 9-30 વાગે જી.ટી. શેઠ સ્કૂલના સથવારે રેસકોર્સ એથ્લેટિકસ ગ્રાઉન્ડ ખાતે 1500 છાત્રો બે હજાર ફૂટ લાંબી રેડ કાપડ સાથે રિબન બનાવશે. રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે સેમિનાર, રેલી, રિબન સવારે 10 વાગે અને સોમવારે કણસાગરા મહિલા કોલેજ ખાતે સેમિનાર, રેલી, રિબનમાં 500 છાત્રા જોડાશે. લાયન્સ કલબ પણ સહયોગ આપશે. તા. 3 ને મંગળવારે પંચશીલ સ્કૂલ ખાતે કેન્ડલ લાઈટ રિબન બનાવાશે.