ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરિયાદમાં ફરિયાદી મંજુલાબેન મનજીભાઈ પરમાર પોતાના ઘરેથી ચાલીને કામ પર જતાં હતા ત્યારે ફૂલવાડી પાસે ભાવનગર રોડ પર પહોચતા આરોપી ભાવિનભાઈ હરીશભાઈ સોલંકીએ પોતાની ઇકો કાર પૂરજડપે અને બેફિકરાઈથી ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીને હડફેટે લઈ પછાડી દઈ કમરે થી નીચેના ભાગે સાથળ મા ફેકચર જેવી ઇજા પહોચાડી ગુનો કરેલ. જેની ફરિયાદ ફરિયાદી એ આજીડેમ પોલીસ સ્ટેશનમા આપેલ હતી. જે કેસમાં આરોપી ભાવિનભાઈ હરીશભાઇ સોલંકી પર ઇંડઈ ની કલમ279,337,338 તથા ખ.ટ. એક્ટ ની કલમ 184,177 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ જતાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી નામદાર એસ.વી.મુદલિયારની કોર્ટનો હુકમ. આ કામમાં આરોપી ભાવિનભાઈ હરીશભાઇ સોલંકી વતી પાર્થ લો ફર્મના યુવા એડવોકેટ ગૌરાંગ આર.રાઠોડ, શૈલેષ આર.વકાતર, કરસન એન.ભરવાડ, રોકાયેલ હતા.



