પોલીસે પિતા સામે ગુનો નોંધી કરી કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મા-બાપ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો માંગરોળનો સામે આવ્યો છે. જેમાં ઇ-બાઇક પર પાંચ બાળકો સાથે સવારી કરતા પિતા સામે પોલીસે કરી કાર્યવાહી જેમાં માંગરોળ તાલુકાનાં હુસેનાબાદ નજીક એક રોડ પર ઇ-બાઇક ઉપર પાંચ બાળકોને બેસાડીને લઇ જતા હોવાનો એક વિડીયો વાઇયલ થયો હતો. આ વિડીયોના આધારે માંગરોળ પોલીસે સતર્કતા દાખવીને પોલીસ કાર્યવાહી કરી હતી.
- Advertisement -
આ અંગે મળતી વિગત મુજબ માંગરોળમાં પાંચ બાળકોને બેસાડી બેફિકરાઇથી ઇ બાઇક ચલાવતો હતો. આ અંગેનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયોના આધારે માંગરોળ પીએસઆઇ એસ.એ.સોલંકી સહિતના સ્ટાફે તપાસ કરતા આ વિડીયોમાં ઇ-બાઇક ચલાવતો તરૂણ હુશેનાબાદના ઇબ્રાહીમ મોહમ્મદભાઇ બેરાનો પુત્ર હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી પોલીસે જોખમી રીતે ઇ-બાઇક ચલાવતા તરૂણના પિતા ઇબ્રાહીમભાઇ બેરા સામે આઇપીસી 336 મુજબ ગુનો દાખલ કરી ઇ-બાઇક કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.