શાળાના 950 જેટલા બાળકોએ ભાગ લઇને કૃતિઓ રજૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ શ્રી વ્રજભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિધાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને બે દિવસીય આ જ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે. સૌપ્રથમ પધારેલા મહેમાનોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો. આ વિજ્ઞાન મેળામાં શાળાના વિધાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ, આકર્ષક સેલ્ફી પોઇન્ટ, અંગેજી તથા ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકાય તે માટેના પ્રોજેક્ટ, ગણિતના અવનવા જ્ઞાન સાથે ગમ્મત થાય તેવા પ્રોજેક્ટ તથા વિશાળ ચંદ્રયાન તેમજ રોબોટ સહિત વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતાં.
આ જ્ઞાન કળશ પ્રદર્શનમાં શાળાના 950 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. અને વિવિધ શાળાના વિધાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે આવ્યાં હતાં. દેવકા વિધાપીઠ ખાતે વિધાર્થીઓને અવરનેસ લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પૂ.ભાઈશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા આશીર્વાચન પાઠવ્યાં હતા તેમજ શાળાના ચીફ કો. ઓડિટર ડી.એસ.ગોયાણી દ્વારા અભિનંદન પાઠવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવકા વિધાપીઠના આચાર્ય બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરેશભાઇ જેઠવા સહિત સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ડુંગર પીએસઆઇ આર.એચ.રતન, મનુભાઇ ધાખડા,મનોજભાઇ જોષી, કાળુભાઇ વાઘ, કિશોરભાઇ પટેલ, ડુંગર હાઇસ્કૂલ આચાર્ય જોરૂૂભાઇ વરુ, નોબલ વર્લ્ડ સ્કુલ સંચાલક નિકુંજભાઇ પંડિત, ઓમ ગ્રુપ ઓફ સ્કુલના પ્રશાંતભાઇ શેલડીયા, આર.કે. સાયન્સ સ્કુલના કમલેશભાઇ હડિયા તથા રમેશભાઇ બાંભણીયા, ટી.જે.બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ આચાર્ય સીમાબેન જોષી તેમજ ગ્રામજનો, વિધાર્થીના વાલિઓ તેમજ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.