ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વિકટર ગામે GHCL ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સોલ્ટ અને મરીન કેમિકલ્સ ડિવિસન (GHCL ) તથા વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવાને ધ્યાનમાં રાખી તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ બનાવી રજુ કરવામાં આવેલ.
- Advertisement -
જેમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ડ્રામા, સ્પીચ, કાવ્ય, સોંગ અને સ્લોગન સહિત અનેક કૃતિઓ બનાવી હતી. અને સુંદર કૃતિઓ બનાવનાર વિધાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ૠઇંઈક લિમિટેડના સિનિયર જનરલ મેનેજર જે.વી જોશી, સિનિયર જનરલ મેનેજર અજિત કોટેચા, સિનિયર મેનેજર આરીફ માજોઠી તેમજ સોલ્ટ ડિવિસન પોર્ટ વિક્ટર સ્ટાફગણ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવા સંસ્થાના હેડ મહેન્દ્રભાઈ મજીઠીયા તથા વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી..