રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે મુલાકાતીઓનો ધસારો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પ્રજા હરવા-ફરવાની શોખીન છે. રાજકોટમાં મહત્વના ફરવા લાયક સ્થળોમાં મનપા સંચાલિત પ્રાણીઉદ્યાનનો પણ સમાવેશ થાય છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરીને એક ઉત્તમ ફરવાલાયક સ્થળ બનાવ્યું છે. જાહેર રજા અને તહેવારના દિવસોમાં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઝૂની મુલાકાત લેતા હોય છે. પ્રાણીઉદ્યાનની મુલાકાતે અંદાજે 7.50 લાખ લોકો આવતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ પ્રાણીઉદ્યાનમાં જુદી-જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવીને ઝૂનો વિકાસ કરવામાં આવ્યો છે. હાલમાં મંકરસંક્રાતી અને રવિવાર એમ બે દિવસની જાહેર રજામાં બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પધાર્યા હતા.
- Advertisement -
જેમાં તા.14/01/2023 અને 15/01/2023 એમ બે જ દિવસમાં કુલ 21,914 સહેલાણીઓ પધાર્યા હતા. જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.5,40,310ની આવક થઇ હતી. આ બાબતની જાણકારી મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ-બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેનએ સંયુક્તયાદીમાં જણાવ્યું હતું. હાલમાં ઝૂ ખાતે સહેલાણીઓમાં સફેદવાઘણ સાથે સાત મહિના પહેલા જ જન્મેલા તેમના બે બાળ વાઘો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમને ખેલતા-કુદતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થયા હતા. રાજકોટ પ્રાણીઉદ્યાનમાં હાલ જુદી-જુદી 60 પ્રજાતિઓનાં કુલ-521 વન્યપ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. ખાતે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે મુલાકાતીઓનો ધસારો