એઇમ્સની ખાસ આવા મામલાની તપાસ કમિટી આઈસીસી તમામના નિવેદન લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એઇમ્સના મહિલા તબીબે ડિરેકટર કર્નલ ડો.કટોચ સહિત ચાર સામે શોષણ, ભેદભાવ અને ગુંડાગર્દીની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. આ લેડી ડોકટરે એક વર્ષ પહેલાં પણ આવી જ ફરિયાદ કરી હતી. હાલ એઇમ્સની ખાસ તપાસ કમિટી આઈસીસી તમામના નિવેદન લેશે.
- Advertisement -
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંદાજે એક મહિના રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા એક સિનિયર તબીબે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી જેમાં એઇમ્સના વડા કર્નલ ડો.સીડીએસ કટોચ. ડીન ડો.સંજય ગુપ્તા, એચઓડી અશ્ર્વિન અગ્રવાલ અને એડમિનિસ્ટ્રેટર જયદેવસિંહ વાળા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
સતામણી, ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવ કર્યો હોવાના આરોપો લાગ્યા છે રાજકોટ એઇમ્સમાં એક સિનિયર મહિલા ડોકટરે એઇમ્સના ડિરેકટર, ડીન, એચઓડી અને એડમિનિસ્ટ્રેટર સામે સતામણીના આરોપ લગાવ્યા છે કલેકટરે મામલાની ગંભીરતા જાણી અને ફરિયાદ અરજી પોલીસ કમિશનર બ્રજેશ ઝા તરફ વિસ્તૃત તપાસ અર્થે મોકલી હતી. એઇમ્સ હોસ્પિટલની જ ઘટના હોય અને આ એઇમ્સ હોસ્પિટલ રાજકોટ શહેર પોલીસના ગાંધીગ્રામ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતી હોવાના કારણે પોલીસ કમિશનરે આ ફરિયાદ અરજી પર ઊંડાણપૂર્વકની તપાસ કરવા ગાંધીગ્રામ પોલીસને મોકલી આપી હતી.
જોકે પ્રાથમિક તપાસમાં ગાંધીગ્રામ પોલીસે આ ફરિયાદ અરજી પર એઇમ્સના આઈસીસીનો રિપોર્ટ મંગાવ્યો છે. પોલીસે 30 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા જણાવતા કમિટી ફરિયાદી અને પક્ષકારોના નિવેદન નોંધશે.