સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતાં ઈચ્છુકોએ તા. 20 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા તા. 15-2-2025ના રોજ તળપદા કોળી પટેલના યુવક-યુવતી માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં તળપદા કોળી પટેલના લગ્ન કરવા ઈચ્છુક યુવક-યુવતીને આ સમૂહલગ્નથી લગ્ન કરાવી આપવામાં આવશે અને તળપદા કોળી પટેલની માતા-પિતા વિનાની દીકરીઓ માટે આ સમૂહલગ્ન સમિતિ એક પણ રૂપિયો લીધા વગર લગ્ન કરાવે છે. આ સાથે સમાજના થતાં ખોટા ખર્ચા અને સમાજ સેવાની ભાવનાથી લગ્ન કરાવવા માટે આયોજન કરેલું છે. રાજકોટ ખાતે તળપદા કોળી પટેલ યુવક યુવતી માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં તળપદા કોળી પટેલસમાજના દરેક ભાઈઓ તથા બહેનોને એક સારા વિચારથી સમાન અને ભાઈચારાની ભાવનાનું નિર્માણ થાય અને ભેદભાવો દૂર થાય તેવા હેતુથી આ આયોજન કરવામાં આવેલું છે તેમજ આ આયોજનને સફળ બનાવવા તમામ તળપદા કોળી પટેલ યુવા મંચના આગેવાનો અને આયોજકો મહેનત કરી રહ્યા છે તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માગતા હોય તે તા. 20-1-2025 સુધીમાં અને ફાળો લખાવવા આ સમિતિનો સંપર્ક રણજીત મકવાણા (એડવોકેટ) મો. 9898137591, નિખીલભાઈ ભંડેલીયા મો. 9825344652, નીલેશભાઈ જમોડ મો. 9824566067, હરીભાઈ મકવાણા મો. 9898520347 વિનુભાઈ માલકીયા મો. 9909602223 પર કરી શકાશે.
- Advertisement -
કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ વજકાણી, હિતેશભાઈ કોબીયા, અનીલભાઈ મકવાણા, સુધીરભાઈ મકવાણા, પરષોતમભાઈ ભરાડીયા, મુકેશભાઈ મેર, દેવાભાઈ ધરજીયા, જીતેન્દ્રભાઈ પરબતાણી, હકાભાઈ સોરાણી, ભરતભાઈ રાઠોડ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચના તમામ આગેવાનો અને કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યા છે.