ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએસઆઇ સી.વાય.બારોટે જણાવ્યું હતું કે આપના જીનીંગ મિલોની અંદર તેમજ બહારના એન્ટ્રી ગેટ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવા અને જે મજૂરો કામ અર્થે આવતા હોય તેની ડિટેલની નોંધ રાખવી જેવા સૂચનો કર્યા હતા આ તકે ઉપસ્થિત વેપારીઓએ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવું અને વેકેશન ખુલ્યા બાદ શાળા કોલેજ પાસે પેટ્રોલિંગ વધારવું જેવા પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. માણાવદર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇની અધ્યક્ષ સ્થાને “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” સંવાદ થી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત આગામી સમયમાં લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરા નાખવા જેવા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવા વિવિધ પ્રશ્ર્નો બાબતે માણાવદર પીએસઆઇ ચેતક બારોટ યોગ્ય સત્વરે નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી આ કાર્યક્રમમાં માણાવદર તાલુકાના ઉદ્યોગપતિઓ, આગેવાનો – વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.