ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર રાત્રી મુકામના 8 પડાવ ખાતે જનરેટરના માધ્યમથી લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પરિક્રમાનો રૂટ અભ્યારણ્ય વિસ્તારમાં હોવાથી જનરેટર માઘ્યમથી વીજળી પૂરી પાડવામાં આવશે
પરિક્રમા રૂટના બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા માળવેલાની ઘોડી તરફ, જીણાબાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકી વાળો પોઇન્ટ-1, મોળા પાણીના પુલ (નાળુ) પાસે, ડેરવાડ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઈડ પગથીયા પુરા થાય પછી પગથિયા થી 1 કિલોમીટર દૂર પોર્ટેબલ જનરેટર મૂકવામાં આવશે.તેની સાથે ભવનાથ તળેટી થી શહેરના માર્ગો સુધી પીજીવીસીએલ દ્વારા મનપા દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવા તંત્ર દ્વારા તૈયારીઓ કરી લીધી છે.
ગિરનાર પરિક્રમાના 8 પડાવ પર રાત્રિના સમયે જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઉભી કરાઈ
