ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા રોજબરોજ રખડતા ઢોર અને દબાણો દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં શહેરના માર્ગો પર રખડતા વધુ 24 ઢોરને ઝડપી લેવામાં આવ્યા છે.તેમજ જાહેર માર્ગ પર ઘાસ ચારો વેંચતા કુલ 1 વ્યક્તિ પર એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.તેની સાથે શહેરના ઝાંસીની રાણી સર્કલથી આઝાદ ચોક સુધી 18 દબાણો દૂર કરવામાં આવ્યા,અને કાળવા ચોક થી જયશ્રી રોડ માં 30 દબાણો દૂર કરવામાં આવ્યા,સરદાર ચોકથી બીલખા રોડ મહાનગર પાલિકા,જૂનાગઢની હદ સુધીમાં 14 અને કાળવા ચોક,જવાહર રોડ થી ગિરનાર દરવાજા સુધી 14 આમ કુલ 61 લારી ગલ્લા દબાણો દૂર કરવામાં આવ્યા હતા