ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.01/11/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 2.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (1) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (2) ગોંડલ ચોકડીથી પુનીતનગર સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 01 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ કેવા કે, (1) ભાવનગર રોડ અને (2) કુવાડવા રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો