ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ સાથે પરામર્શ બાદ રાજકોટ જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડ, મહામંત્રી લાલજીભાઈ આઠું, મહેશભાઈ વાણીયાની વરણી બાદ અનુસુચિતજાતી મોરચાની જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે પ્રથમ બેઠક યોજાઈ હતી.
આ તકે જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ નવનિયુક્ત તમામ હોદેદારોઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હોદો નહિ એક જવાબદારી છે. આ જવાબદારીના ભાગરૂપે સેવા એ જ સર્વસ્વ થકી પ્રજાના વિકાસકાર્યો માટે તથા પ્રજાના પ્રશ્નો માટે સહુ કાર્યકર્તાઓ જાગૃત રહીને પ્રજાની ચિંતા કરવી એ આપણી પ્રથમ પ્રાથમીકતા છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે અનુસુચિતજાતીના માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ માનવગરિમા યોજના, મહિલાઓ માટે સીવણ કેન્દ્રો, શહેરી વિસ્તારોમાં નાના ઉદ્યોગોને સાહસિકોને નાણાકીય સહાય, અનુસુચિતજાતીના ખેડૂતોને નાણાકીય સહાય, અનુસુચિતજાતીની કન્યાઓને કુંવરબાઈનું મામેરું જેવી અનેક યોજનાઓ થકી લોકકલ્યાણ કાર્યો કર્યા છે.
આ બેઠકમાં અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડએ ઉપસ્થિત સહુ હોદેદારોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.


