હવે પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ગઈકાલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી હતી. ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે બન્ને આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લાવવામાં આવ્યા હતા તેમજ બન્ને આરોપી વકીલને પણ મળ્યા હતા. પિતા-પુત્ર કોર્ટમાં જજ સમક્ષ ઉપસ્થિત થયા હતા. હવે પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરે નક્કી કરી છે, આથી ચુસ્ત પોલીસ જપતામાં તથ્ય અને પ્રજ્ઞેશને ફરી જેલભેગા રવાના કરવામાં આવ્યા છે. સેશન્સમાં આરોપી તરફે કેસ લડવા વકીલ વકીલાતપત્ર રજૂ કરશે. આ કેસમાં જુદા-જુદા વકીલ આરોપી તરફથી આવ્યા છે.
કોર્ટમાં આવતા જ બન્ને પાછળ બેઠા હતા અને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. તથ્ય ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટ પહેરીને આવ્યો હતો, નંબરનાં ચશ્માં હોય એવું જાણવા મળ્યું હતું. આરોપીઓને વકીલને મળવા ન દેવાતાં કોર્ટે જેલ પોલીસને પ્રશ્ન કર્યા હતા અને પોલીસે કોર્ટ ઓર્ડર માગ્યો હતો. નિયમો પ્રમાણે કાર્યવાહી કરવા કોર્ટે પોલીસને કહ્યું હતું.
નહીંતર ટ્રાયલ એક તરફ જાય. આથી જલ ઉનવાલાની આસિસ્ટન્ટ વકીલ અને સોમનાથ વત્સની આસિસ્ટન્ટ વકીલ ઝીલ શાહ બંને આરોપીઓને મળ્યા હતા. કોર્ટમાં ચુસ્ત પોલીસ જાપ્તા સાથે બંને આરોપીને લાવવામાં આવ્યા હતા..
પોલીસ ફરી પિતા-પુત્રને જેલ લઈ જવા રવાના થઈ હતી.
- Advertisement -
ગઈકાલે તથ્ય પટેલના જામીન કોર્ટે ફગાવ્યા
ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સેન્ટ્રલ જેલ સાબરમતીથી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોફરન્સથી ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. કોર્ટે વકીલ રોક્યા છે કે કેમ પૂછ્યું? તો ઝીલ શાહ(સોમનાથ વત્સના આસિસ્ટન્ટ)નું નામ આપ્યું હતું. તથ્ય પટેલ સામે પોલીસે ઈંઙઈ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલ પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે ઈંઙઈની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વેહિકલ એક્ટ 177, 184 તેમજ 134(ઇ) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.