ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં પોલીસે સ્પેશીયલ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં મોરબી પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા બે વાહન ચાલક, ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પર વાહનો ડીટેઇન કરી રોંગ સાઇડ અને પુરપાટ ગતીથી ચલાવતા 16 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા. 21 ઓગસ્ટના રોજ મોરબી જીલ્લામાં સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઇડ ચાલતા વાહન, નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર, ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક મોડીફાઇડ સાઇલેન્સર ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને કુલ 325 સમાધાન શુલ્ક પાવતીઓ આપી ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકોને રૂ. 1,60,300 નો દંડ ફટકારી, નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ 207 મુજબ કુલ 52 વાહન ડીટેઇન કરી રોંગ સાઇડ અને પુરપાટ ગતીથી ચલાવતા 16 વાહનો, અડચણ રૂપ પાર્ક કરેલ 14 વાહનો વિરૂધ્ધ અને ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા બે વાહન ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી હતી.