-જૂના પોકસો કેસ હેઠળ ભીડવવા તૈયારી
રાજસ્થાનમાં ગેહલોટ સરકારના પુર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢાની ‘લાલડાયરી’એ મુખ્યમંત્રીની ઉંઘ ઉડાડી દીધી છે તો બીજી તરફ આજે રાજય પોલીસે પોકસોના એક જૂના કેસમાં આજે રાજેન્દ્ર ગુઢાના નિવાસે પહોંચી છે.. જો કે રાજેન્દ્ર ગુઢા હાલ તેમના નિવાસે નહી હોવાથી પોલીસ તેની રાહ જોઈ રહી છે. તેમની પુછપરછ કરે તેવા સંકેત છે.
- Advertisement -
ગુઢા સામે એકથી વધુ પોલીસ થાણામાં આ પ્રકારના કેસ નોંધાયા છે. તેઓ 2018માં બસપાની ટિકીટ પર ચુંટાઈને બાદમાં ગેહલોટ સરકારને ટેકો આપીને મંત્રી બન્યા હતા પણ બાદમાં તેમને વાંધો પડતા હવે ગેહલોટ સામે જ મોરચો માંડયો છે. તેઓએ લાલ ડાયરીમાં મુખ્યમંત્રી ગેહલોટ તથા તેમના પુત્ર વૈભવના ભ્રષ્ટાચારની સાબીતી હોવાનો દાવો કર્યો હતો.