ખાસ-ખબર સંવાદદાતા
તા. 27 જુલાઈએ કેકેવી બ્રિજનું લોકાર્પણ થશે. તેના અંગે મહાનગરપાલિકાના એન્જિનિયરે સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયાના ગત તા. 22/07/2023ના અહેવાલમાં કેકેવી ઓવરબ્રિજમાં તિરાડ બતાવવામા આવેલી છે. એ વાસ્તવમાં બ્રિજના બે ગાળા વચ્ચેનો જોઇંટ છે. જેને એક્સ્પાન્સન જોઇન્ટ કહેવામાં આવે છે. બ્રિજના બે ગાળા વચ્ચેનો આ જોઇન્ટ વેહીક્યુલર ટ્રાફિક દરમ્યાન થતા એક્સ્પાન્સન માટે મુક્વામા આવે છે બ્રીજ અંગે જે અહેવાલ આવેલ છે તે અંગે ટેક્નીકલ ગેરસમજ થયેલ હોય તેવુ જણાય છે.
બ્રીજનો લોડ ટેસ્ટ નિયમોનુસાર પુર્ણ કરવામાં આવેલ છે. બ્રીજ ટેકનિકલી સંપૂર્ણ સુરક્ષિત છે. બ્રીજ ઉપરથી વરસાદી પાણી પડતુ હોવા બાબતે જણાવવાનુ કે બ્રીજ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપીંગ કરવામા આવેલ છે પરંતુ એક્સ્પાન્સન જોઇન્ટના છેવાડાના ભાગેથી પાણી પડતુ હોય છે. આ ઉપરાંત છેલ્લા બે દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર. એન્ડ બી.ના રાજકોટ શહેરના સિટી એન્જિનિયર તથા રાજકોટ જિલ્લાનાં એક્ઝીક્યુટીવ એન્જિનિયર તેમજ મારવાડી કોલેજના તજજ્ઞો તેમજ ક્ધસલ્ટન્ટના પ્રતિનિધિ તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ સાથે આ બ્રિજની જોઈન્ટ વિઝીટ કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાત રાજ્યના આર.એન્ડ બી. નાં ડિઝાઈન યુનિટના તજજ્ઞો દ્વારા બ્રિજનું ઇન્સ્પેકશન કરવામાં આવેલ છે. તેઓશ્રીનાં જણાવ્યા અનુસાર બ્રિજમાં કોઈ સ્ટ્રકચરલ તિરાડ નથી, પરંતુ તે એકસ્પેન્શન જોઈન્ટ છે. બંને ટીમોના મત અનુસાર આ બ્રિજમાં કોઈ ટેકનિકલ ક્ષતિ નથી.