ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે એકબીજા સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે.
એક અહેવાલ મુજબ, બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી ઞઙઈં અને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય. ભારત-ઇન્ડોનેશિયા આર્થિક અને નાણાકીય સંવાદ, જે રવિવાર (15 મે) ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થયો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા, નાણાકીય સેવાઓ અને માળખાકીય સુવિધાઓના વિકાસ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.