રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન હેઠ્ળ રાજ્ય વ્યાપી રસીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી છે વધુને વધુ લોકો રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બને તે માટે આજરોજ વિંછીયા સહીત સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન અને જંન જાગૃતિ અર્થે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે.
વિંછીયા ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ‘પ્રતિષ્ઠાન’ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા હવે રવિવાર સહીત તમામ દિવસોમાં સવારે ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધી હેલ્થ સેન્ટર પર રસીકરણ વેગવંતુ બનાવ્યું છે.
વિંછીયા ખાતે આયોજિત કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે સાંજે ૫ કલાક સુધીમાં ૨૩૩ લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો બાવળિયાએ વેક્સિનેશન કેમ્પની મુલાકાત લઈ રસીકરણ કરતા આરોગ્ય અધિકારીઓની સરાહના કરી હતી, તેમજ પ્રથમ અગિયાર રસી લેનાર લોકોનું બહુમાન કર્યું હતું.
આ પ્રંસગે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી શાહે વેક્સિનેશન અંગે માહિતી પુરી પાડી હતી કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, આસિસ્ટન્ટ કલેકટર, જસદણ દિપેશ કેડીયા, મામલતદાર આર. બી. ડાંગી, ધાનાણી, આર. જે. સોલંકી, આરોગ્ય વિભાગના અધિકારી સહીત ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.


