દેશમાં કોરોનાની રસીનુ ત્રીજા ફેઝમાં વેકસિકરણ માટે કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે, આજ રોજ ભીલોડા તાલુકાના અંતરિયાળ એવા વીરપુર ગામે કોરોના રસીકરણ લોક જાગૃતિ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ત્યારે આ કાર્યક્રમ માં ભીલોડા તાલુકા ના તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.જે.વૈષ્ણવ સાહેબ ની સૂચના અનુસાર પ્રાથમિક આરોગ્ય કિશનગઢ ના મેડિકલ ઓફિસર તેમજ આયુષ મેડિકલ ઓફિસર એવા, સાહેબ ડો યાસીન મેમણ સાહેબ નાં માર્ગદર્શન હેઠળ વીરપુર સબ સેન્ટર દ્વારા કોવિડ 19 રસીકરણ માટે લોક જાગૃકતા માટે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
- Advertisement -
આ કાર્યક્રમમાં દરેક ગ્રામીણ સમાજ ના લોકો માં એક એવો સારો સંદેશ ફેલાય તે હેતુ થી અને વધુ માં વધુ અને છેક છેવાડાના લોકો આ રસી નો લાભ લે તે હેતુ થી ભીલોડા તાલુકા ના અંતરિયાળ ગામ એવું વીરપુર મુકામે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં ગામના સરકારી નિવૃતઅધિકારી, એવા dysp.બી. જી. નીનામા સાહેબ, તેમજ ગામ ના સરપંચ સાહેબ રમેશભાઈ માલવિયા તેમજ માજી સરપંચ સાહેબ તેમજ તાલુકા પંચાયત સદ્શ્ય એવા શ્રી સિદ્ધરાજભાઈ સાહેબ, ગામના નિવૃત પી. આઈ. સી.જે.ડામોર સાહેબ તેમજ અનેક સરકારી વિભાગમાંથી નિવૃત ગામ ના અધીકારીયો તેમજ ગામના નિવૃત સરકારી કર્મચારીઓ તેમજ 60 વર્ષ થી ઉપર ના ગામના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી..
આ કાર્યક્રમ માં આરોગ્ય ખાતા માંથી વીરપુર સબ સેન્ટર ના સી.એસ.ઓ શ્રી.. સોહીલભાઈ મન્સૂરી., ફિમેલ.હેલ્થ વર્કર.શ્રીમતી. કાજલબેન મકવાણા તેમજ.,મ.પ.હે.વ.શ્રી મેહુલભાઈ તેમજ સબ સેન્ટર ના આશા બેનો ઉપસ્થિત રહી લોકો ને કોરોના ની રસી લેવા માટેના ફાયદા ઓ વિષે તેમજ નિવૃત dysp. સાહેબ તેમજ તાલુકા સદસ્ય. સાહેબ દ્વારા લોકો ને રસી પોતાના સ્વાસ્થ્ય ના ફાયદા માટે લેવા માટે સરપંચ સાહેબ અને આરોગ્ય ના સ્ટાફ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો., અને આ રસી ગામ ના વધુ માં વધુ લોકો લે તે માટે સમજાવવામાં આવ્યા હતા.. તેમજ ખોટી એવી અફવાઓથી દૂર રહેવા માટે ગ્રામજનો ને અપીલ કરવામાં આવી હતી ….
અહેવાલ : જગદીશ સોલંકી અરવલ્લી


