ઝરોલી ગામની ગુજરાતમાં એક નવી ઓળખ
ખાસ-ખબર સંવાદદાતા
વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડુંગરમાંથી ટનલ બનાવીને બુલેટ ટ્રેન પાસ કરવામાં આવશે. અહિં 350 મીટર લા઼બી પર્વતીય ટનલ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અંદાજિત 350 મીટર લાંબી આ ટનલમાં અત્યાર સુધીમાં 67 મીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુંબઇ અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો 508 કિમીનો લાંબો રૂટ છે. જોકે, પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની પ્રથમ ટ્રેન હશે ઉપરાંત ઉમરગામના ઝરોલીગામ પણ પ્રથમ ટનલ બની રહી છે. જ્યા પહાડના બોગડુંમાંથી ટ્રેન પસાર થશે.