ગયા સપ્તાહે તાવનો પોઝિટિવ રેટ 42 ટકા જેટલો હતો
ઓસેલટેમિવિર નામની તાવની દવાએ ખરીદીના તમામ રેકોર્ડ તોડયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં આજકાલ લોકો તાવની દવાઓનો મોટેપાયે સ્ટોક કરી રહ્યા છે. તેને પગલે તાવની દવાઓની ઓનલાઇન ખરીદીમાં પણ 100 ટકા વધારો થયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોનાના ડરને કારણે લોકો દવાઓ ખરીદી રહ્યા છે. ચીને ઝીરો કોવિડ નીતિમાં અચાનક છૂટછાટ આપી દેતાં કરોડો લોકો હવે બજારમાં નીકળી રહ્યા છે. બીજા દેશોના નાગરિકોને વિઝા આપવાની પણ શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં ચીનમાં કોરોનાના કેસ વધ્યા છે. ઓસેલટેમિવિર નામે વેચાતી તાવની જેનેરિક દવાએ ખરીદીના તમામ રેકર્ડ તોડી નાખ્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તાઓબાઓ અને મોલ જેવી ઇ-કોમર્સ કંપનીઓ માર્ચ મહિનાના આરંભિક 13 દિવસમાં જ 5,33,000થી વધુ તાવની ગોળી વેચી ચૂકી છે.
વીતેલા વર્ષના ઉપલબ્ધ ડેટા મુજબ સરેરાશ ખરીદીમાં 129 ટકાનો વધારો નોંધાયો છે. શાંઘાઇમાં રહેનારા હેલ્થકેર એનાલિસ્ટ વાંગ રૂઇઝેએ કહ્યું કે લોકોને આ વાતનો ડર છે કે દેશમાં કોરોના સંકટ વધી રહ્યું છે. ડરી જઇને લોકો બચાવ માટે લોકો મોટા પાયે તાવની દવા ખરીદી રહ્યા છે.
- Advertisement -
તેમણે કહ્યું કે મોટાપાયે દવાઓની ખરીદીને કારણે બજાર સ્ટોક ઘટી ગયો છે. કિંમતોમાં વધારો થયો છે. ચીન સરકારે ઝીરો કોવિડ નીતિમાં છુટછાટ આપ્યા પછી કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જોકે હાલમાં કોરોના કેસ થોડા ઘટયા છે, પરંતુ લોકો ડરેલા છે. લોકો તાવની દવાઓ ખરીદીને ઘરમાં જ રાખવા માંગે છે. વાંગ રૂઇઝે કહ્યું કે એવું લાગે છે કે કેટલાક લોકો એન્ટિ વાઇરલ દવાઓનો સ્ટોક કરી રહ્યા છે. બાળકોમાં તાવના વાવડ સામે આવતાં વાલીઓ ડરી ગયા છે.’
પાંચ માર્ચથી શરૂ થતાં સપ્તાહમાં પણ ચીનમાં તાવના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે તીવનો પોઝિટિવ રેટ 42 ટકા જેટલો જોવા મળ્યો હતો. તે પહેલાં 25 ટકા હતો. ચીનમાં ઝીરો કોવિડ નીતિમાં છૂટછાટ અપાયા પછી અન્ય દેશોમાં પણ કોરોના સંક્રમણની ભીતિ વધી છે. જોકે ભારત સહિતના દેશોમાં સ્થિતિ હજી નિયંત્રણમાં જ છે.