-અરજદારે સરકાર પાસે જઈ માંગ સાથે મેમોરેન્ડમ આપવું પડશે
જોબમાં પિરિયડ લીવની અપેક્ષા રાખનાર મહિલાઓને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. આ મામલે પીઆઈએલ પર વિચાર કરવાનો સુપ્રીમકોર્ટે ઈન્કાર કરી આ એક નીતિની બાબત હોઈ અરજદારે સરકાર પાસે જવું પડશે તેમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આ પીઆઈએલ દિલ્હીના શૈલેન્દ્રમણી ત્રિપાઠી વતી ફાઈલ કરવામાં આવી હતી.
- Advertisement -
આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીરીયડસ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેથી તેમને આ સમયગાળા દરમિયાન રજા આપવી જોઈએ. અરજદારના વકીલ વિશાલ તિવારીએ અરજીમાં કહ્યું હતું કે યુકે, ચીન, વેલ્સ, જાપાન, તાઈવાન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન વગેરે દેશોમાં પિરીયડસ લીવ આપવામાં આવે છે.
અરજીમાં જણાવાયું હતું કે પીરીયડસ દરમિયાન મહિલાઓ-છાત્રાઓને અનેક શારીરિક-માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડે છે. આ સ્થિતિમાં પિરીયડસમાં રજા આપવાનો હુકમ પસાર કરવો જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટે આ બાબત નીતિગત હોઈ સરકારમાં માંગ સાથે મેમોરેન્ડમ આપવાનું જણાવ્યું હતું.