જાણવા મળતી માહિતી પ્રમાણે વીરનગરનગરમાં રહેતા સંજયભાઈ જયંતીભાઈ ખુટની વાડીમા ઊપાડેલ જીરુનો પાક કોઈ અજાણ્યા શખ્સો એ સળગાવી દેતા ખેડુત પર સીઝનની મહેનત પર પાણી ફરી વળયુ હતું ચાર લાખની નુકસાન થયું સવાસો મણ જીરુ પાક સળગાવી દેવામાં આવ્યું સંજયભાઈ જણાવ્યું હતું કે અમે દસ વાગ્યે વાડી એ હતાં અમે જીરુ નો પાક ના ઢગલો કરી ને કમ્પલીટ રાખ્યો હતો સવારે ટેકટર દ્વારા કાઢવાની કામગીરી કરવા ના હતાં પણ અમને વહેલી સવારે પાડોશી એ જાણ કરી તમારું જીરુ સળગે છે અમે ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ અમારા હાથ મા માત્ર રાખ આવી અમારે અંદાજે ચાર લાખ ની નુકસાન સહન કરવામાં આવી છે અમારા કોઈ દુશ્મન પણ નથી અમારી વાડી આજુબાજુ ઊભેલા છતાંય અમારા પાક ને સળગાવી દેવામાં આવ્યો અમારી સીઝન ની મહેનત એળે ગય હતી આટકોટ પોલીસ ને જાણ કરી હતી અને જેમણે તપાસ કરવા આવી રહી છે કોઈ અજાણ્યા શખ્સો એ આ વાડી મા જીરુ નો પાક સળગાવી દેતા નાનાં એવાં વીરનગર ચર્ચા નો વિષય બની ગયો છે નાનાં ખેડુત પર આભ તુટી પડયું હોય તેવી સ્થિતિ થઈ છે ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા
અહેવાલ-કરશન બામટા આટકોટ


