સાઉથ આફ્રીકામાં અંડર 19 ટી20 વર્લ્ડ કપને જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારી ભારતીય મહિલા ટીમનુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સન્માન કર્યુ.
સચિન તેંડુલકરે ભારતીય મહિલા ટીમનુ કર્યુ સન્માન
- Advertisement -
ભારતીય ટીમે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપની પહેલી એડિશનને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. બરોબર આ રીતે 16 વર્ષ બાદ સાઉથ આફ્રિકાની આ જમીન પર મહિલા અંડર-19 વર્લ્ડ કપની પહેલી એડિશન રમાઈ. આ ગ્લોબલ ટુર્નામેન્ટને ભારતીય ટીમે શેફાલી વર્માની કેપ્ટનશિપમાં જીતીને એક વખત ફરીથી ઈતિહાસ રચી દીધો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શેફાલી વર્માની સિંહણોનુ ભારત-ન્યુઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ શરૂ થતા પહેલા સન્માન કર્યુ.
𝐂𝐎𝐍𝐆𝐑𝐀𝐓𝐔𝐋𝐀𝐓𝐈𝐎𝐍𝐒 𝐭𝐨 𝐨𝐮𝐫 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒!
Bharat Ratna Shri @sachin_rt and Office Bearers of BCCI honour the achievements of the World Cup-winning India U19 team and present them with a cheque of INR 5 crore. 🇮🇳 #TeamIndia @JayShah pic.twitter.com/u13tWMPhLQ
- Advertisement -
— BCCI (@BCCI) February 1, 2023
સચિને અંડર-19 મહિલા ટીમને જણાવી નવા સપનોની જનની
વિશ્વના મહાન બેટર મનાતા સચિન તેંડુલકરે અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનુ સન્માન કરતા કહ્યું કે આ સિદ્ધીથી ઘણી મહિલા ખેલાડીઓ રમતને અપનાવવા અને સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહિત થશે. તેંડુલકરે આ સન્માન સમારોહમાં કહ્યું, હું તમને શાનદાર સિદ્ધી પર શુભેચ્છા આપવા માંગુ છુ. આખો દેશ આગામી વર્ષોમાં આ જીતની ઉજવણી કરશે.
"The entire nation will celebrate and cherish your victory"
Master Blaster @sachin_rt delivers a speech at the Narendra Modi Stadium, Ahmedabad as the BCCI felicitates the victorious U19 Women's Team at the #U19T20WorldCup
Listen in here👇👇 #TeamIndia @JayShah pic.twitter.com/7JokVkjOVy
— BCCI (@BCCI) February 1, 2023
સચિન તેંડુલકરે જણાવ્યો પોતાનો અનુભવ
સચિન તેંડુલકરે કહ્યું, મારા ક્રિકેટ સપનાની શરૂઆત ભારતીય ટીમના 1983માં વિશ્વ કપ વિજેતા બનવાથી શરૂ થઇ હતી. તમે પણ ઘણા નવા સપનાને જન્મ આપ્યો છે. આ સારી સિદ્ધી છે. તેમણે કહ્યું, આ વિશ્વ કપને જીતીને તમે ભારતની યુવા ખેલાડીઓને દેશનુ પ્રતિનિધિત્વ કરવાનુ સપનુ આપ્યું છે.