ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશનના પોકસોના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી-ડીવીઝન પીઆઇ એન.એ.શાહ તથા સ્ટાફને ચોકકસ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશનના પોકસોના કેસમાં રાજેન્દ્રસિંહ ચનુભા જાડેજા (ઉ.વ.30) રહે. દખણાદા બારાગામ તા.જામખંભાળીયા વાળાને વિશ્ર્વાસ પ્રોજેકટ સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢના સકકરબાગ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ અંગે વધુ કાર્યવાહી અર્થે સલાયા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ પોલીસે સલાયાના પોસ્કો કેસના આરોપીને ઝડપી પાડયો
