આજે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યુ સુધી ખેડૂતો નજીકના રેલવે સ્ટેશન પર જઈને રેલ રોકશે. આ દરમિયાન ખેડૂત સૌથી પહેલા રેલનું ફુલ માળાથી સ્વાગત કરશે. એ બાદ રેલ પ્રવાસીઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો રેલ પ્રવાસીઓને પાણી, દૂધ અને ચા પણ પીવડાવશે. દૂધની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી હતી.
બુધવારે ભાકિયૂના પ્રવક્તાએ યૂનિયનના તમામ કાર્યકર્તાઓને દૂધ, ચાય અને પાણીની વ્યવસ્થા કરી પોતાના નજીકના રેલવે સ્ટેશન પર પહોંચવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે રેલ રોકો દરમિયાન શાંતિ બનાવી રાખજો. તેમણે રેલ પ્રવાસીઓને આહ્વાન કર્યુ છે કે ખેડૂતોની વાત સાંભળવા માટે થોડો સમય આપે અને આંદોલનને સહયોગ આપે.
- Advertisement -
આંદોલનકારી ખેડૂતો રેલવે સ્ટેશનો પર જઈ રેલ યાત્રિયો સાથે સંવાદ કરશે અને તેમને જણાવશે કે દેશના અન્નદાતા, જેના પોતાના ખેતરોમાં હોવું જોઈતું હતા. લગભગ 3 માસથી દિલ્હીની સીમાઓ પર પડ્યા છે. ભારત સરકાર તેમની માંગો પર ગંભીરતાથી વિચાર કરે એટલા માટે રેલ પ્રવાસીઓને સમર્થન આપવાની અપીલ કરી છે.
ખેડૂતોના એલાન બાદ બુધવારે દિલ્હી, હરિયાણા અને યૂપીની પાસેના સ્ટેશનો પર સીઆરપીએફએ ચોકસી વધારી છે. સુરક્ષા માટે આરપીએફની વધારીની કંપનીઓ કામ કરી રહી છે. સ્ટેશન સુધીના મુખ્ય રસ્તા સિવાયના રસ્તા બંધ કરાયા છે અને ઈમરજન્સી માટે બેરિકેડિંગ લગાવાયા છે. રેલવેએ વધુ ફોર્સ વિવિધ જગ્યાએ કરી તૈનાત. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર અરુણ કુમારે કહ્યું છે કે અમે ઈચ્છી રહ્યા છીએ કે ખેડૂતો પ્રવાસીઓ માટે અસુવિધા ઉભી ન કરે. 4 કલાક શાંતિથી વીતી જાય તેવા અમારા પ્રયાસો રહેશે. આ સિવાય બોર્ડરની પાસેના ટ્રેક, સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડરની આસપાસના સ્ટેશન નરેલા, આનંદ વિહાર ટર્મિનલ, શાહદરા ની આસપાસ આરપીએફ કર્મીઓ જોવા મળી રહ્યા છે.


