ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રાજીવનગર બીલખા રોડ ગેઇટથી ગ્રોફ્રેડ સુધી ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. ડામર કામમાં સરકારના નિયમ મુજબ મટીરીયલ વાપરવામાં આવતુ હોવાની ફરિયાદ ઉઠી છે. પ્રજાના પૈસાનો વ્યવ થઇ રહ્યો છે. હાલ જે કામ ચાલી રહેલ છે તેમાં ખોદીને તેના ઉપર ડામર વર્ક કરવાને બદલે સીધો જ ડામર પાથરી દેવામાં આવ્યો છે. તેમજ જયાં ભૂગર્ભ ગટરોની સાફ સફાઇ માટે ચેમ્બરો બનાવવામાં આવી છે. તેની ઉપર પણ ડામરકામ કરી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ ઉભી થવાની સંભાવના છે. અમુક વગ્યાએ ચેમ્બરના ઢાંકણાઓ રોડ લેવલથી એટલા ઉચા છે જેના લીધે અકસ્માત થવાની પણ સંભાવના છે હાલ નિદોર્ષ વાહન ચાલકો તેનો ભોગ પણ બની રહ્યા છે. આ અંગે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે તાકીદે કાર્યવાહી નહિ થાય તો કોર્ટમાં જવાની પણ ચિમકી અપાઇ છે. અમુક રોડ ખાચખુચીવાળો હોય તો રોડ ઉપર સીધો ડામર રોડ કરવાને બદલે તૂટેલો ભાગ છોડી દેવામાં આવ્યો છે તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે.