પાકિસ્તાની મીડિયામાં બંનેના જુદા થવાની ચર્ચા; મલિક અન્ય કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ હોવાની ચર્ચા છે. પાકિસ્તાનના અહેવાલો આ હિસાબે બંને એકબીજાથી છૂટાછેડા લેવાનાં છે. આ અટકળોને સાનિયાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વેગ મળ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે ઠવયયિ મજ્ઞ બજ્ઞિસયક્ષ વયફિતિં લજ્ઞ. ઝજ્ઞ રશક્ષમ અહહફવ ! એટલે કે તૂટેલું દિલ ક્યાં જાય છે, ખુદાને શોધવા માટે.
- Advertisement -
સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બંનેએ અત્યારસુધી આ મામલે મૌન સેવ્યું છે. ડેઈલી પાકિસ્તાન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, શોએબ અન્ય કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે. હાલ બંને અલગ અલગ ઘરમાં રહે છે.