માઇક્રોસોફ્ટમાં 1000 લોકો પોતાની નોકરી ગુમાવવાના છે. કોસ્ટ કટિંગના નામે આ કંપનીઓ લોકોને નોકરીમાંથી દૂર કરી રહી છે.
વિશ્વમાં આર્થિક મંદીની અસર દેખાઈ રહી છે. એક પછી એક મોટી મલ્ટીનેશનલ આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકી રહી છે. પછી તે ફેસબુક હોય, એપલ હોય, ગૂગલ હોય કે પછી બીજું કોઈ પણ હોય. હવે માઈક્રોસોફ્ટ પણ આ લીગમાં જોડાઈ ગયું છે. અહેવાલ છે કે માઇક્રોસોફ્ટમાં 1000 લોકો પોતાની નોકરી ગુમાવવાના છે. કોસ્ટ કટિંગના નામે આ કંપનીઓ લોકોને નોકરીમાંથી દૂર કરી રહી છે. માઇક્રોસોફ્ટ ઘણા અલગ અલગ વિભાગોમાંથી લોકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ પહેલેથી જ હાયરિંગ પર રોક લગાવી દીધો છે.
- Advertisement -
Axiosના રિપોર્ટ અનુસાર કંપનીએ પોતે જ આ અંગે માહિતી આપી છે. જો કે માઇક્રોસોફ્ટે સીધી રીતે એ કહેવાનો ઇનકાર કરી દીધો હતો કે કેટલા લોકોની નોકરી છીનવાઇ રહી છે. પરંતુ કંપનીના એક સૂત્રનું કહેવું છે કે લગભગ એક હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવનાર છે.
⚡️#Microsoft, which employs more than 200,000 people, announced plans to cut 1,000 jobs
Stocks of tech giant (MSFT) rose by +1.33% to $240.7
- Advertisement -
Follow @CompoyoOfficial for more market insights🦉#StocksInNews #StocksoftheDay #StocksToTrade #StockMarket pic.twitter.com/RtlvnN4M2X
— Compoyo (@CompoyoOfficial) October 18, 2022
વિશ્વના ઘણા ભાગોમાં થશે છટણી!
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માઈક્રોસોફ્ટ દુનિયાના ઘણા અલગ અલગ ભાગો, ટીમો અને અલગ અલગ સ્તર પર લોકોને છૂટા કરી રહી છે. લોકો ટ્વિટર અને બ્લાઇન્ડ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર નોકરી છૂટવાની વાત કરી રહ્યા છે. ઘણા પોતાની સાથેની ઘટના પણ બધા સાથે શેર કરી રહ્યા છે.
માઇક્રોસોફ્ટે જોબ્સ કટ પર શું કહ્યું?
Axios સાથેની વાતચીતમાં માઇક્રોસોફ્ટે જોબ કટ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. કંપનીએ કહ્યું કે અન્ય કંપનીઓની જેમ અમે પણ અમારા બિઝનેસની પ્રાથમિકતાઓની સતત સમીક્ષા કરીએ છીએ. પછી જરૂરી ફેરફાર કરીએ છીએ. અમે આગામી વર્ષોમાં અમારા વ્યવસાયમાં રોકાણ કરવાનું અને આવશ્યક ક્ષેત્રોમાં હાયરિંગ ચાલુ રાખીશું.”