By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    3 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    3 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    3 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    4 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાલિસ્તાન મુવમેન્ટ ભારત-પંજાબના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > ખાલિસ્તાન મુવમેન્ટ ભારત-પંજાબના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ.
AuthorTushar Daveગુજરાત

ખાલિસ્તાન મુવમેન્ટ ભારત-પંજાબના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ.

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 5:00 PM
Khaskhabar Editor 6 years ago
Share
15 Min Read
SHARE

– તુષાર દવે

ખેડૂત આંદોલનની લિંક ખાલિસ્તાન સાથે હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે ત્યારે એ ભયંકર કાળની વાત જ્યારે પંજાબની સ્થિતિ કાશ્મીર કરતાં પણ વર્સ્ટ હતી

એ દિવસોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ રહી જ નહોતી. ભિંડરાંવાલેએ શીખોને આહવાહન કરેલું કે તેઓ બાઈક અને રિવોલ્વર ખરીદીને પંજાબના હિન્દુઓને મારવાનુ ચાલુ કરી દે. તેના આહવાહનથી દેશ સ્તબ્ધ હતો.

- Advertisement -

પંજાબ અને સુર્વણ મંદિરનો ઈતિહાસ સુવર્ણ નહીં, પણ રક્તિમ અક્ષરે લખાઈ રહ્યો હતો. પંજાબને ખાલિસ્તાન દેશ બનાવવાની માંગ પણ ઉઠવા લાગેલી. જેને બ્રિટન, જર્મની અને કેનેડાના શીખોનું સમર્થન મળવા લાગેલુ. આજે પણ કેનેડામાં ખાલિસ્તાનવાદી તત્વોના મૂળ ખાસ્સા ઉંડા છે. એટલુ જ નહીં કટ્ટરપંથી તત્વો ત્યાંની સરકારમાં પણ ખાસ્સો એવો પ્રભાવ ધરાવે છે.

પોતાની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’માં કુલદિપ નાયરે નોંધ્યા મુજબ તેમણે ભિંડરાંવાલેને પૂછ્યું કે, ‘તમારી આસ-પાસ સતત હથિયારધારી માણસો કેમ હોય છે?’ ભિંડરાંવાલેએ સામો સવાલ કર્યો કે, ‘પોલીસવાળા કેમ હથિયાર સાથે ફરે છે?’ કુલદિપ નાયરે કહ્યું, ‘પોલીસ તો રક્ષણ માટે સરકારે રાખી છે.’ ભિંડરાંવાલેની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. તેણે કહ્યું કે, ‘એમને કહો કે અમારી સામે ટક્કર લઈ જુએ, ખબર પડી જશે કે સરકાર કોની છે.

ડીઆઈજી અવતારસિંહ અટવાલ સુવર્ણ મંદિરમાં માથું નમાવીને બહાર આવી રહ્યા હતા. તેમના હાથમાં પ્રસાદ હતો. કેટલાક હથિયારધારી શખ્સો સુવર્ણ મંદિરમાંથી બહાર આવ્યા, અટવાલને ગોળીઓથી વિંધી નાખ્યા અને પાછા અંદર ચાલ્યા ગયા. કેન યુ ઈમેજીન કે એક ડીઆઈજી કક્ષાના અધિકારીની આ રીતે ધોળે દા’ડે હત્યા થઈ જાય અને તેમની લાશ પણ કબ્જે કરવાની પોલીસની હિંમત ન થાય? બે કલાક સુધી પંજાબના ડીઆઈજીની લોહીઝાણ લાશ એમ જ પડી રહી. અંતે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી દરબારાસિંહે સુવર્ણ મંદિરમાં ભિંડરાંવાલેને ફોન કર્યો અને કહ્યું કે, ‘બહાર બે કલાકથી અવતારસિંહની લાશ પડી છે.’ ભિંડરાંવાલેએ બહુ જ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, ‘તો હું શું કરું?’ મુખ્યમંત્રીએ લાશ ઉઠાવવા દેવા માટે ભિંડરાંવાલેને રીતસરની વિનંતી કરી ત્યારે ભિંડરાંવાલેએ ઉપકાર કરતો હોય એ રીતે કહ્યું કે, ‘કહી દો તમારી પોલીસને, કે લાશ લઈ જાય અહીંથી.

- Advertisement -

ભિંડરાંવાલે નામ પંજાબમાં ખૌફનો પર્યાય બની ગયુ હતું. લંગર માટેના અનાજ-પાણીના ટ્રકોમાં હથિયારો સુવર્ણ મંદિરમાં ઠલવાઈ રહ્યાં હતાં. બાંગ્લાદેશ યુદ્ધના હિરો મેજર જનરલ સહબેગસિંહ સુવર્ણમંદિરમાં જ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. આખુ પંજાબ એક જ્વાળામુખીની ટોચ પર બેઠું હતું.

ઓપરેશન બ્લૂસ્ટાર : સુવર્ણ મંદિર તરફનું આખુ આકાશ લાલ થઈ ગયુ હતું. મોટા ધડાકાઓના અવાજથી માઈલો દૂર સુધીના ઘરોના બારી-દરવાજા ધધડી રહ્યાં હતાં. ‘શીખ પંથ ઝિંદાબાદ’ અને ‘હમારે નેતા ભિંડરાવાલે’ના નારાઓ બાદ મશીનગનો ધણધણતી અને ચીસોના અવાજો સંભળાતા. અકાલ તખ્ત તરફથી અણધાર્યા ત્રાટકેલા એન્ટી ટેંક રોકેટે એક ટેન્કને તોડી નાખી. સેનાને આશા નહોતી કે આતંકવાદીઓ પાસે એન્ટી ટેંક રોકેટ પણ હશે. એ પછી ગુરુ રામદાસ સરાય તરફ 7 ટેંકો મોકલવામાં આવી. એ રાત અમૃતસર માટે કોઈ કાળમુખા સ્વપ્ન સમાન રહી. વાતાવરણમાં માથુ ફાડી નાખતી શબોની દુર્ગંધ પ્રસરી રહી હતી. શરૂઆતના આંકડા પ્રમાણે ભિંડરાવાલે સહિત 800 આતંકવાદીઓ અને સેનાના બે ભૂતપૂર્વ જનરલ સહિત 200 સૈનિકોએ જીવ ગુમાવ્યા. સ્મશાન ઘાટમાં લાકડા ખૂટી પડતા 20-20ની અંતિમક્રિયા સાથે કરવાની નોબત આવી.

જોકે, ઓપરેશન બ્લૂસ્ટારનો અંત પણ ખાલિસ્તાન મૂવમેન્ટનો અંત નહોતો. ત્યારબાદ પણ પંજાબ લગભગ એકાદ દાયકા સુધી આતંકવાદનો સામનો કરતુ રહ્યું. ઓપરેશન બ્લૂસ્ટારના બદલામાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એના બદલામાં દિલ્હીમાં શીખોનો નરસંહાર થયો. પંજાબના મુખ્યમંત્રી બિયંતસિંહે પણ જીવ ગુમાવ્યો.

ખેડૂત આંદોલનની લિંક જાત ભાતના એન્ટી નેશનલ તત્વો સાથે હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એ પ્રયાસો સાથે જ આ દેશની આબોહવામાં ફરી એક વાર એક એવા શબ્દની બારૂદી દુર્ગંધ પ્રસરી રહી છે, જેનાથી ઈન્દિરા ગાંધીથી માંડીને આજ સુધીની તમામ સરકારો રીતસર ફફડતી રહી છે. એ શબ્દ એટલે ખાલિસ્તાન.

સામાન્ય લોકો કાશ્મીરના આતંકવાદ વિશે જેટલા માહિતગાર હોય છે એટલા કદાચ ખાલિસ્તાનની ભયાનકતાથી નથી હોતાં. ખાલિસ્તાન મુવમેન્ટ જ્યારે એની ચરમસીમાએ હતી ત્યારે પંજાબની સ્થિતિ કાશ્મીર કરતાં પણ વર્સ્ટ કહી શકાય એવી હતી. અમસ્તી જ કંઈ ઈન્દિરા સરકારે અમૃતસરના રસ્તાઓ પર ટેન્કો નહોતી ઉતારવી પડી. ખાલિસ્તાનનો ઈતિહાસ પણ દરેક ભારતીયએ સમજવા અને જાણવા જેવો છે.

ખાલિસ્તાન મુવમેન્ટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ એ મૂળે કોંગ્રેસનું પાપ. (જેમાં અકાલીઓએ યથાશક્તિ કેરોસિન છાંટ્યુ.) મુખ્ય સુત્રધારો સંજય ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ.

દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. કટોકટીના આઘાતમાંથી બહાર આવેલા દેશે જનતા પાર્ટી પાસે રાખેલી મસમોટી આશાઓનું ભ્રમનિરસન થઈ ગયેલુ. સત્તાની સંગીત ખુરશીની રમતથી ત્રસ્ત જનતાએ ફરી એક વાર ઈન્દિરા ગાંધીને સુકાન સોંપ્યુ હતુ. કોંગ્રેસની દેશવ્યાપી હાર બાદ પંજાબમાં અકાલી અને જનતા પાર્ટીની સંયુક્ત સરકાર બનેલી. અકાલી સરકારને પડકાર આપવા કોંગ્રેસી નેતા જ્ઞાની ઝેલ સિંહ અને સંજય ગાંધીએ જરનૈલસિંહ ભિંડરાંવાલેને ઊભા કર્યા. કોંગ્રેસે શરૂઆતમાં ભિંડરાંવાલેને આર્થિક સહાય પણ કરેલી. કોંગ્રેસને સપને’ય કલ્પના નહોતી કે ભિંડરાંવાલે આગળ જતા એક મહાભયંકર આતંકવાદી બની જશે, પંજાબને ખાલિસ્તાની આતંકવાદના ખપ્પરમાં હોમી દેશે અને અંતત: ઈન્દિરા ગાંધીનો પણ ભોગ લેવાઈ જશે.

13 એપ્રિલ 1978માં વૈશાખીના દિવસોમાં શીખો અને નિરંકારીઓની જૂથ અથડામણમાં 16 શીખો માર્યા ગયા અને એક રક્તબીજ રોપાયું. દેશભરના શીખો ભડકી ઉઠ્યા. (એક આડવાત એ કે નિરંકારીઓ પણ પોતાને શીખ જ માને, તેઓ ગુરુ પરંપરામાં વિશ્વાસ કરે જ્યારે શીખો માટે ગુરુગ્રંથ સાહેબ જ અંતિમ ગુરુ.) 1977થી જેનો ઉદય થયેલો એ ભિંડરાંવાલેએ પહેલીવાર સામે આવીને હુંકાર કર્યો. આ જ અરસામાં ઝૈલ સિંહના આશીર્વાદ સાથે સ્થપાયેલા ‘દલ ખાલસા’એ એક અલગતાવાદી પ્રસ્તાવ પાસ કર્યો. જેનો એક મહત્વપૂર્ણ ભાગ એ પણ હતો કે, ‘પંજાબ અને અન્ય રાજ્યોમાં કેન્દ્રની દખલ રક્ષણ, વિદેશનીતિ, મુદ્રા અને સામાન્ય સંચાર પૂરતી જ મર્યાદીત રહેવી જોઈએ.’ અકાલીઓએ આ પ્રસ્તાવનું સમર્થન કરીને બળતામાં ઘી હોમ્યું.

બીજી તરફ ભિંડરાંવાલે પણ યુવાનોને શીખ રાજા મહારાજાઓની યાદ કરાવી પોતાનુ વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા લડી લેવાની હાકલો કરવા લાગ્યો. 4 ઓગષ્ટ 1982ના રોજ શીખો માટેના અલગ રાજ્યની માંગ સાથેનો મોરચો નીકળ્યો. પ્રકાશસિંહ બાદલ પહેલા સત્યાગ્રહી તરીકે 300 સત્યાગ્રહીઓનું નેતૃત્વ કરતા સુર્વણ મંદિરની બહાર આવ્યા ત્યારે બધાને પકડી લેવામાં આવ્યાં. કલમ 144 લાગુ હતી. બે મહિના સુધી પંજાબમાં આવા દ્રશ્યો સર્જાતા રહ્યા. 30,000 શીખોની ધરપકડ થઈ. જેલોમાં પણ જગ્યા ખુટી પડી. સત્યાગ્રહીઓને શિબિરો અને ઘરોમાં રાખવા પડતા. 15 ઓક્ટોબર 1983ના રોજ ઈન્દિરા ગાંધીએ બધા સત્યાગ્રહીઓને છોડી મુક્યા અને શાંતિપ્રક્રિયા ઝડપભેર આગળ ધપાવી. ઓલમોસ્ટ તમામ પ્રશ્નો સોલ્વ થઈ જવાની અણી પર હતાં, પણ આનંદપુરસાહેબ પ્રસ્તાવ(જેમાં પેલી કેન્દ્રની સત્તા મર્યાદિત કરવાની વિવાદીત માંગ હતી) મુદ્દે ગુંચ યથાવત હતી. કમિશનો બનતા ગયા અને રાજકીય ગીધડાં પંજાબની આગમાં પોતાના રોટલા શેકતા રહ્યાં. પરિસ્થિતિ વણસતી ગઈ. એ દિવસોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ રહી જ નહોતી. ભિંડરાંવાલેએ શીખોને આહવાહન કરેલુ કે તેઓ બાઈક અને રિવોલ્વર ખરીદીને પંજાબના હિન્દુઓને મારવાનુ ચાલુ કરી દે. તેના આ આહવાહનથી દેશ સ્તબ્ધ હતો.

વસતિ ગણતરીમાં હિન્દુઓને પોતાની માતૃભાષા પંજાબીના બદલે હિન્દી લખવાનુ આહવાહન કરનારા ‘હિંદ સમાચાર’ના સંપાદક લાલા જગત નારાયણની 9 સપ્ટેમ્બર, 19814ના રોજ ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હત્યા પાછળ ભિંડરાંવાલેનો જ હાથ હોવાની બચ્ચે બચ્ચાને ખબર હોવા છતાં ભિંડરાંવાલેને થાબડભાણા કરી તેની તાકાત અને ખૌફમાં વધારો કરવામાં આવ્યો. એ હદ સુધી કે તેની બતાડવા પૂરતી અટકાયત કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો એટલુ જ નહીં પણ આ વાતની ઘોષણા તત્કાલિન ગૃહમંત્રી (અને ભિંડરાવાલેના ઉદય પાછળનુ ભેજુ, જે પછીથી રાષ્ટ્રપતિ બન્યા.) ઝૈલસિંહે સંસદમાં ઘોષણા કરી કે તેની વિરુધ્ધ કોઈ પૂરાવા નથી. પંજાબ અને સુર્વણ મંદિરનો ઈતિહાસ સુવર્ણ નહીં, પણ રક્તિમ અક્ષરે લખાઈ રહ્યો હતો. પંજાબને ખાલિસ્તાન દેશ બનાવવાની માંગ પણ ઉઠવા લાગેલી. જેને બ્રિટન, જર્મની અને કેનેડાના શીખોનું સમર્થન મળવા લાગેલુ. આજે પણ કેનેડામાં ખાલિસ્તાનવાદી તત્વોના મૂળ ખાસ્સા ઉંડા છે. એટલુ જ નહીં કટ્ટરપંથી તત્વો ત્યાંની સરકારમાં પણ ખાસ્સો એવો પ્રભાવ ધરાવે છે.

સી.પી.એમ.ના નેતા હરકિશનસિંહ સુરજીતે સંસદમાં ચોખ્ખો આક્ષેપ મુક્યો કે ભિંડરાંવાલેને કોંગ્રેસ અને અકાલી દળનું સમર્થન મળી રહ્યુ છે. એ જ અરસામાં ભિંડરાંવાલે પોતાના હથિયારબંધ સાથીઓ સાથે દિલ્હી અને મુંબઈ સુધી ફર્યો. તે એક ઓપન ટ્રકમાં બેઠો હતો અને સાથે અનેક ટ્રકોમાં તેના શસ્ત્રસજ્જ સાથીઓ હતા. આ રીતે તેણે આખા દિલ્હીમાં સરઘસ કાઢેલુ. આજના યુગમાં તમે કલ્પના પણ કરી શકો કે કોઈ આતંકવાદી દિલ્હીમાં આ રીતે ખુલ્લેઆમ ફરી શકે?

આ જ અરસામાં પત્રકાર કુલદિપ નાયરે ભિંડરાંવાલે સાથે મુલાકાત કરેલી. પોતાની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’માં કુલદિપ નાયરે નોંધ્યા મુજબ તેમણે ભિંડરાંવાલેને પૂછ્યું કે, ‘તમારી આસ-પાસ સતત હથિયારધારી માણસો કેમ હોય છે?’ ભિંડરાંવાલેએ સામો સવાલ કર્યો કે, ‘પોલીસવાળા કેમ હથિયાર સાથે ફરે છે?’ કુલદિપ નાયરે કહ્યું, ‘પોલીસ તો રક્ષણ માટે સરકારે રાખી છે.’ ભિંડરાંવાલેની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. તેણે કહ્યું કે, ‘એમને કહો કે અમારી સામે ટક્કર લઈ જુએ, ખબર પડી જશે કે સરકાર કોની છે.’

એ સમયગાળામાં પંજાબમાં હત્યાઓની કોઈ નવાઈ નહોતી. પણ સૌથી વધુ ચર્ચાસ્પદ હત્યા હતી ડીઆઈજી અવતારસિંહ અટવાલની. પત્રકાર સતિશ જેકબના વર્ણન મુજબ ડીઆઈજી અટવાલ સુવર્ણ મંદિરમાં માથુ નમાવીને બહાર આવી રહ્યા હતા. તેમના હાથમાં પ્રસાદ હતો. કેટલાક હથિયારધારી શખ્સો સુવર્ણ મંદિરમાંથી બહાર આવ્યા, અટવાલને ગોળીઓથી વિંધી નાખ્યા અને પાછા અંદર ચાલ્યા ગયા. કેન યુ ઈમેજીન કે એક ડીઆઈજી કક્ષાના અધિકારીની આ રીતે ધોળે દા’ડે હત્યા થઈ જાય અને તેમની લાશ પણ કબ્જે કરવાની પોલીસની હિંમત ન થાય? બે કલાક સુધી પંજાબના ડીઆઈજીની લોહીઝાણ લાશ એમ જ પડી રહી. અંતે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી દરબારાસિંહે સુવર્ણ મંદિરમાં ભિંડરાંવાલેને ફોન કર્યો અને કહ્યું કે, ‘બહાર બે કલાકથી અવતારસિંહની લાશ પડી છે.’ ભિંડરાંવાલેએ બહુ જ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, ‘તો હું શું કરું?’ મુખ્યમંત્રીએ લાશ ઉઠાવવા દેવા માટે ભિંડરાંવાલેને રીતસરની વિનંતી કરી ત્યારે ભિંડરાંવાલેએ ઉપકાર કરતો હોય એ રીતે કહ્યું કે, ‘કહી દો તમારી પોલીસને, કે લાશ લઈ જાય અહીંથી.’

ભિંડરાંવાલે નામ પંજાબમાં ખૌફનો પર્યાય બની ગયુ હતું. લંગર માટેના અનાજ-પાણીના ટ્રકોમાં હથિયારો સુવર્ણ મંદિરમાં ઠલવાઈ રહ્યા હતા. બાંગ્લાદેશ યુદ્ધના હિરો મેજર જનરલ સહબેગસિંહ સુવર્ણમંદિરમાં જ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. આખુ પંજાબ એક જ્વાળામુખીની ટોચ પર બેઠુ હતું. ભિંડરાંવાલેના ખાલિસ્તાની આતંકવાદી સંગઠનને નાથવાનુ પોલીસની ક્ષમતાની બહાર તો ક્યારનું’ય નીકળી ગયુ હતું. અંતે ઈન્દિરા ગાંધીએ એક સાહસિક નિર્ણય લઈને જ્ઞાની ઝૈલસિંહને પણ અંધારામાં રાખીને અમૃતસરને સેનાના હવાલે કરી દીધુ અને બ્રિગેડિયર જે. એસ. બરારની આગેવાનીમાં ઓપરેશન બ્લૂ સ્ટારનો પ્રારંભ થયો. પાકિસ્તાને સુવર્ણમંદિરમાં એકે-47, રોકેટ લોન્ચર્સ અને ગ્રેનેડનો મોટો જથ્થો ઠાલવી દીધેલો. અમૃતસરમાં કરફ્યૂ લાદી ટેલિફોનની તમામ લાઈનો કાપી નાખવામાં આવી. સેનાના 25 કમાન્ડોની એક ટુકડી મંદિરમાં પ્રવેશી અને આખી રાત સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થતો રહ્યો. જમીનની સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓએ કમાન્ડોની ટુકડીને વિંધી નાખી એ સેના માટે મોટો ઝાટકો હતો. સેનાએ થોડો સમય માટે ઓપરેશન અટકાવી દીધુ.

6 જૂનની રાત્રે નવ વાગ્યે આખા શહેરની વિજળી પણ કાપી નાખવામાં આવી. 7 લાખની વસતિવાળુ અમૃતસર અંધારપટમાં ડુબી ગયું. અડધો કલાક પછી મોર્ટારના ધમાકાઓ અને મશીનગનોના અવાજથી આખુ શહેર ધણધણી ઉઠ્યું. લગભગ અડધુ શહેર અગાસીઓ પર ચડીને આ ભયાનક યુદ્ધ જોઈ રહ્યું હતું. સુવર્ણ મંદિર તરફનું આખુ આકાશ લાલ થઈ ગયુ હતું. મોટા ધડાકાઓના અવાજથી માઈલો દૂર સુધીના ઘરોના બારી-દરવાજા ધધડી રહ્યાં હતાં. બીજી તરફ શહેરની બહારના રસ્તાઓ પરથી શીખોના ટોળે ટોળા અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ‘શીખ પંથ ઝિંદાબાદ’ અને ‘હમારે નેતા ભિંડરાવાલે’ના નારાઓ બાદ મશીનગનો ધણધણતી અને ચીસોના અવાજો સંભળાતા.

સવારે 4 વાગીને 10 મિનિટે બ્રિગેડિયર કુલદીપસિંહ બરાર રામદાસ સરાય તરફથી એસીપી ટેંકો સાથે અકાલ તખ્ત તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ અકાલ તખ્ત તરફથી અણધાર્યા ત્રાટકેલા એન્ટી ટેંક રોકેટે એક ટેન્કને તોડી નાખી. સેનાને આશા નહોતી કે આતંકવાદીઓ પાસે એન્ટી ટેંક રોકેટ પણ હશે. એ પછી ગુરુ રામદાસ સરાય તરફ 7 ટેંકો મોકલવામાં આવી. એ રાત અમૃતસર માટે કોઈ કાળમુખા સ્વપ્ન સમાન રહી. વાતાવરણમાં માથુ ફાડી નાખતી શબોની દુર્ગંધ પ્રસરી રહી હતી.

સીધી લડાઈ લગભગ 12 કલાક એટલે કે સવારના 10 વાગ્યા સુધી ચાલી. પછી ધીમે ધીમે ગોળીબારના અવાજો અટકવા લાગ્યા. ત્યાં સુધી અનિશ્વિત મુદ્દત સુધી કરફ્યૂ વધારી દેવામાં આવ્યો. શરૂઆતના આંકડા પ્રમાણે ભિંડરાવાલે સહિત 800 આતંકવાદીઓ અને સેનાના બે ભૂતપૂર્વ જનરલ સહિત 200 સૈનિકોએ જીવ ગુમાવ્યા. સ્મશાન ઘાટમાં લાકડા ખૂટી પડતા 20-20ની અંતિમક્રિયા સાથે કરવાની નોબત આવી. સુવર્ણ મંદિર પર સેનાના કબ્જા બાદ પણ 8 જૂન સુધી ક્યાંક ક્યાંક ખુણેખાંચરેથી ગોળીબારો થતાં રહ્યાં.

જોકે, ઓપરેશન બ્લૂ સ્ટારનો અંત પણ ખાલિસ્તાન મૂવમેન્ટનો અંત નહોતો. ત્યારબાદ પણ પંજાબ લગભગ એકાદ દાયકા સુધી આતંકવાદનો સામનો કરતુ રહ્યું. ઓપરેશન બ્લૂ સ્ટારના બદલામાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એના બદલામાં દિલ્હીમાં શીખોનો નરસંહાર થયો. પંજાબના મુખ્યમંત્રી બિયંતસિંહે પણ જીવ ગુમાવ્યો.

ભારતમાં ખાલિસ્તાની આતંકવાદના ખાત્મા બાદ ઘણાં ખરા ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટન અને મોટેભાગે કેનેડામાં શરણ મેળવેલું છે. કેનેડામાં રાજકીય સ્તરે શીખ લોબી ખુબ જ પાવરફૂલ છે. કેનેડિયન સરકારમાં શીખ લોબી ખુબ જ ઈન્ફ્લુઅન્સ ધરાવે છે. કેનેડિયન પીએ જસ્ટિન ટ્રુડોએ પણ કિસાન આંદોલનના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું છે. જોકે, એમની સાથે ભારત સરકાર સલામત અંતર રાખે છે એ તો ટ્રૂડોની ભારત મુલાકાત વખતે જ સ્પષ્ટ થઈ ગયેલું. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમને આવકારવા પીએમ મોદી તો દૂર પણ સીએમ રૂપાણી પણ નહોતા ગયા. એ વખતે કેનેડાના મીડિયામાં પણ તેઓ દેશના પૈસા બરબાદ કરીને જ્યાં ભાવ નથી મળતો એ દેશમાં ફાંકા ફોજદારી કરતાં ફરતાં હોવાની ટીકા થઈ હતી અને બરાબરના માછલા ધોવાયેલા.

ફ્રી હિટ :

ટ્રૂડો સામેની ભારત સરકારની ચીડ એ હકિકત પરથી સમજી શકાશે કે કેનેડિયન વડાપ્રધાન ટ્રુડોએ ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી છતાં 2017ના એપ્રિલમાં ટોરંટોમાં શીખો દ્વારા યોજાયેલી ખાલસા ડે પરેડમાં ભાગ લીધો હતો, જેમાં ભિંડરાંવાલે સહિતના શીખ આતંકવાદીઓને હીરો ચિતરતા ફ્લોટ્સ રાખવામાં આવેલા.

તસવીર સૌજન્ય : આઉટલૂક, ઈન્ડિયન એક્સપ્રેસ, ઈન્ડિયા ટુડે અને અન્ય ઈન્ટરનેટ સ્ત્રોત.

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ : 5 દિવસનું યલો ઍલર્ટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂતો આજથી દેશભરમાં હાઇવે કરશે જામ, ટોલ ફ્રી થશે ટોલનાકા
Next Article ગુડ ફૂડ ગુડ હેલ્થ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?