પૂજા કગથરા
કન્સલટન્ટ ડાયેટીશિયન

તંદુરસ્ત મન એ જીવનની સૌથી પાયાની જરૂરિયાત છે , હાલમાં આપણે સતત સાંભળતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો, એમાં પણ આજની યુવાપેઢીમાં સૌથી વધારે ડિપ્રેશન જોવા મળે છે આ ડિપ્રેશન ના ઘણા બધા કારણો હોઈ શકે પરંતુ તેનું નિરાકરણ અતિ આવશ્યક છે, કારણ કે ડિપ્રેશન એ બીજા ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે.
કોઈપણ રોગોમાં યોગ્ય ખોરાક એ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.
યોગ્ય ખોરાકની મદદથી આપને ડિપ્રેશન કે મૂડ સ્વિંગ્સની અસરો ને ઘણા અંશે ઓછી કરી શકીએ છીએ અમુક ખોરાક એવા પણ હોય છે કે તરત જ મૂડને સારો બનાવી શકે છે.

એન્ટિઓક્સિડન્ટ્સ રિચ ખોરાક લેવો એન્ટી ઓક્સીડન્ટો સેલ નુકસાન ને અટકાવે છે.
આપણા શરીરમાં સામાન્ય રીતે ફ્રી રેડિકલ્સ બનતા હોય છે જે કોષો ને નુકસાન , વૃદ્ધત્વ અને મૂડ સ્વિંગસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આ અસરો સામે લડવા માટે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક ખાઓ જોઈએ
બીટા કેરોટિન , જરદાળુ, બ્રોકોલી, કેન્ટાલુબા, ગાજર, કોલાર્ડ્સ, આલુ, પાલક, સકરીયા.

વીટામીન- સી બ્લુબેરી, બ્રોકોલી, ગ્રેપ ફ્રુટ, કીવી, નારંગી, મરી , સ્ટોબરી , ટમેટા.

વીટામીન- ઈ બદામ, વનસ્પતિ તેલ

સ્માર્ટ કાર્બસ ની પસંદગી કરવી
અમુક પ્રકારના કાર્બસ શરીરમાં મૂડ બુસ્ટીંગ કેમીકલ સેરોટીનીન સાથે જોડાયેલા છે. માટે હેલ્થી કાર્બસનો ઉપયોગ રોજિંદા આહારમાં કરવો જોઈએ.

આખા અનાજ , ભાત, મિલ્ક સેઇક, ચિઝ,જુવાર વગેરેમાં કાર્બસ સારા પ્રમાણ માં જોવા મળે છે.
સેલેનિયમ થી ભરપુર ખોરાક ની પસંદગી કરવી દિવસ માં ૫૫-માઇક્રો ગ્રામ જેટલું સેલેનિયમ રીચ ફૂડ લેવું જોઈએ જે ડિપ્રેશન ના દર્દી ઓ માટે અતિ લાભદાયક છે.
સીફૂડ, પાસ્તા, બ્રાઉન રાઈસ, ઓટમીલ, ડેરી પ્રોડકટ, બ્રાઝિલ બદામ , ખારેક એ સેલેનિયમ થી ભરપુર ખોરાક છે.

ઓમેગા -૩ , ફેટી એસિડ્સ ને ખોરાકમાં સામેલ કરવો

ઓમેગા -૩ , ફેટી એસિડ્સ એ ડિપ્રેશનના દર્દીઓ માટે દવા જેટલું જ મહત્વનું છે.
ફ્લેક્સ સિડસ, ચિયા સિડસ
કેનોલા ઓઇલ ,સોયાબીન ઓઇલ
ડ્રાય ફ્રુટ
લીલી ભાજીયો

બી – કોમ્પલેક્ષ
વીટામીન બી૧૨ અને બી૯ એ નર્વસ સિસ્ટમ ની સુરક્ષા અને જાળવણી માટે મદદરૂપ છે ઉદાસીનતા અને મૂડ ડીસઓર્ડર ના જોખમ અને લક્ષણો માં ઘટાડો કરી શકે છે.

કાળા પાંદડા વાળી ભાજી , ડેરી પ્રોડકટસ, સીફૂડ, ફળો, , શાકભાજી, વગેરેમાં મોટા પ્રમાણમાં વીટામીન બી કોમ્પલેક્ષ જોવા મળે છે.

ઝીંક
ઝીંક એ શરીર માં રોગપ્રતિારકશક્તિ વધારવા માટે
અતિ મહત્ત્વનું છે અને તે માણસમાં રહેલી હતાશાને દુર કરવામાં પણ અતિ મહત્ત્વનું છે કેટલાક લોકોના અભ્યાસ ના આધારે ડિપ્રેસિવ લોકોમાં ઝીંક નું સ્તર ઓછું હોય છે.

ઝીંક ની પુરવણી એન્ટી ડિપ્રેશન્ટસ ને વધુ અસરકારક રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.
કોળાના બીજમાં સૌથી વધારે ઝીંક રહેલું હોય છે.
આ ઉપરાંત અનાજ, પિસ્તા, અખરોટ, કઠોળ માં પણ ઝિંકનું સારું પ્રમાણ હોય છે.

પ્રોટીન
પ્રોટીન શરીરને વધારવા અને સુધારવા માટે સક્ષમ છે પરંતુ તે ડિપ્રેશન વાળા લોકોને પણ મદદ કરી શકે છે . શરીરમાં સેરોટીનિન બનાવવા માટે ટ્રીપ્ટોફન પ્રોટીનનો ઉપયોગ થાય છે . જે feel good હોર્મોન તરીકે જાણીતો છે માટે પ્રોટીન થી ભરપૂર ખોરાક ખૂબ આવશ્યક છે.
સોયાબીન, રાજમાં, સરગવો, મેથીના દાણા, આખા કઠોળ, દાળ વગેરેમાં પ્રોટીનનું ખૂબ વધારે પ્રમાણમાં હોય છે.
ઘી
બેબી ટોમેટl
લાલ કેપ્સિકમ
પીળા કેપ્સિકમ
ડાર્ક ચોકલેટ
એ ઇન્સ્ટન્ટ મૂડ બુસ્ટિંગ ખોરાક નું કાર્ય કરે છે.

આ ઉપરાંત પ્રાણાયામ એ મનનો ખોરાક છે માટે નિયમિત પ્રાણાયામ કરવા જઈએ.

આ ઉપરાંત સારું વાંચન, સારું સંગીત અને રમત-ગમત તથા આનંદદાયક વાતાવરણ એ ડિપ્રેશન ના દર્દીઓ માટે અતિઆવશ્યક છે.
તો આવો સાથે મળીને આપણે ડિપ્રેશનને ભગાડિયે અને ખુશ જીવન ને આવકારી અને રોગોથી મુક્ત રહીએ.

Let your food made your medicine

Always stay positive and cheerful