આ કાર અકસ્માત કિવમાં થયો હતો. અકસ્માત પછી, ડૉક્ટરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની તપાસ કરી અને જાણવા મળ્યું કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી એક કાર અકસ્માત નડ્યો છે. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. યુક્રેનિયન મીડિયા પોર્ટલ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે ઝેલેન્સકીના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે વોલોડીમીર ઝેલેન્સકીને અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી નૈકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી.
- Advertisement -
મીડિયા પોર્ટલના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી, એક ડૉક્ટરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની તપાસ કરી. ડૉક્ટરે ઝેલેન્સકીના ડ્રાઈવરની મેડિકલ તપાસ પણ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા નાયકીફોરોવે જણાવ્યું હતું કે કેન્દ્ર એજન્સીઓ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે. અકસ્માતના તમામ સંજોગોની તપાસ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિનો કાફલો કિવથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે વોલોડીમિર ઝેલેન્સકીને લઈ જતી કાર સાથે એક કાર અથડાઈ હતી. જોકે, આ અકસ્માતમાં રાષ્ટ્રપતિને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પરંતુ ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.