સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈની પણ શામેલ હતા.
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં હવે વિદેશોમાં પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈને અઝરબૈજાનમાંથી પકડી પાડવામાં આવ્યો છે. સચિન બિશ્નોઈ લોરેન્સની ગેંગનો જ એક હિસ્સો છે અને તેને દેશની બહાર રહીને ચલાવે છે.
- Advertisement -
હત્યાનો માસ્ટરમાઈન્ડ
જાંચ એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈની પણ શામેલ હતા. સચિન બિશ્નોઈને પણ મુસેવાલાનું મર્ડર થવાની જાણ હતી. આ ઉપરાંત એ લોકો મુસેવાલાના હત્યાનો માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈ છે એમ કહી રહ્યા છે.
નકલી પાસપોર્ટ મળી આવ્યો
એક રિપોર્ટ અનુસાર સચિન પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો છે. સચિનનું પૂરું નામ સચિન થાપણ છે પણ તેની પાસેથી તિલક રાજ ટૂટેજાના નામનો નકલી પાસપોર્ટ મળી આવ્યો હતો. એ પાસપોર્ટમાં નામ સહિત પિતાનું નામ અને એડ્રેસ પણ ખોટું નાખવામાં આવ્યું છે.
ગોલ્ડી બરાડ
અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે તેના મિત્ર સંદીપ ઉર્ફે કેકડાએ સચિનના કહેવા પર જ સિદ્ધુ મુસેવાલાની રેકી કરી હતી. ઘટનાના દિવસે કેકડા સિદ્ધુ મુસેવાલાના ચાહક તરીકે તેના ઘરે પહોંચ્યો હતો.કેકડાએ તેના ઘરની બહાર મુસેવાલા સાથે સેલ્ફી લીધી હતી અને લાંબા સમય સુધી ત્યાં જ ઉભો રહ્યો હતો. મુસેવાલા બહાર આવતાની સાથે જ કેકડાએ તમામ માહિતી શૂટર્સને આપી. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો બીજો માસ્ટર માઈન્ડ કેનેડામાં બેઠેલો ગોલ્ડી બરાડ છે એવું કહેવામાં આવી રહ્યું છે. ગોલ્ડી જેલમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક છે.
- Advertisement -
29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેના પર ખુલ્લેઆમ રસ્તા વચ્ચે અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગોલ્ડી બ્રારે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મુસેવાલાની હત્યા માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું અને પછી તેના શૂટરો દ્વારા મુસેવાલાની હત્યાને અંજામ આપ્યો હતો.