નવા સંસદ ભવનની છત પર લાગેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભમાં છેડછાડ કરવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ 11 જૂલાઈના રોજ નવા સંસદ ભવનની છત પર લાગેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે વિપક્ષે આ સ્તંભના આકારમાં છેડછાડ કરવાનો આરોપ લગાવતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. કેટલાય વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રીય પ્રતીક ચિન્હની સાથે ચાર સિંહના આકૃતિમાં ફેરફાર કરીને સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
- Advertisement -
વિપક્ષનો આરોપ છે કે, અશોક સ્તંભના સિંહને ક્રૂર અને આક્રમક બનાવામાં આવ્યા છે. તેના માટે સિંહના મોં ખુલ્લા બતાવામાં આવ્યા છે. જ્યારે સારનાથ મ્યૂઝિયમમાં રાખેલા મૂળ સ્વરૂપવાળા અશોક સ્તંભમાં સિંહના મોં એટલા ખુલ્લા ન થી. જો કે, કેન્દ્ર સરકારે આ આરોપને ફગાવી દીધા છે.
તો વળી આ સ્તંભને બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા સુનીલ દેવરેએ જણાવ્યું હતું કે, અમે કોઈના પણ કહેવા પર કોઈ ફેરફાર નથી કર્યો. આ સારનાથમાં રહેલા સ્તંભની જ કોપી છે. સુનીલે સ્તંભ માટે ક્લે અને થર્મોકોલ મોડલ તૈયાર કર્યો હતો.
To completely change the character and nature of the lions on Ashoka's pillar at Sarnath is nothing but a brazen insult to India’s National Symbol! pic.twitter.com/JJurRmPN6O
- Advertisement -
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 12, 2022
જયરામ રમેશે કહ્યું-રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, સારનાથમાં અશોક સ્તંભ પર સિંહનું ચરિત્ર અને પ્રકૃતિને બદલવી એ ભારતના રાષ્ટ્રીય પ્રતીકનું બેશર્મીભર્યું અપમાન છે. તો વળી કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, સંસદ અને રાષ્ટ્રીય પ્રતિક ભારતના લોકોનું છે. કોઈ એક વ્યક્તિનું નહીં.
TMC સાંસદે કહ્યું કે, સિંહ આક્રમક અને બેડોળ છે
ટીએમસીના સાંસદ જવાહર સરકાર અને મહુઓ મોઈત્રાએ અશોક સ્તંભમાં સિંહનો યોગ્ય ઢાંચો નહીં બતાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સરકાર અને મોઈત્રાનો આરોપ છે કે, અશોક સ્તંભના સિંહને આક્રમક અને બેડોળ રીતે બતાવામાં આવ્યો છે.
Sanghameva Jayate: Modiji’s New India Finally Has the Emblem It Deserves .
P.S. It is in Humour section hence Greek for troll armyhttps://t.co/PU8gUUUhTK via @thewire_in
— Mahua Moitra (@MahuaMoitra) July 13, 2022
રાજદે કહ્યું- નવા પ્રતીક ચિન્હમાં આદમખોર પ્રવૃતિ
રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટ કર્યું છે કે રાષ્ટ્રીય પ્રતીક સિંહના ચહેરા પર સૌમ્યતાનો ભાવ દેખાય છે. જ્યારે નવા પ્રતિક ચિન્હમાં આદમખોર પ્રવૃતિ દેખાઈ રહી છે. RJDએ કહ્યું કે ,અમૃતકાળમાં બનેલા નકલી ચહેરા પર માણસ, પૂર્વજો અને દેશનું સર્વસ્વ ગટકી જવાનો ભાવ દેખાઈ રહ્યો છે.
मूल कृति के चेहरे पर सौम्यता का भाव तथा अमृत काल में बनी मूल कृति की नक़ल के चेहरे पर इंसान, पुरखों और देश का सबकुछ निगल जाने की आदमखोर प्रवृति का भाव मौजूद है।
हर प्रतीक चिन्ह इंसान की आंतरिक सोच को प्रदर्शित करता है। इंसान प्रतीकों से आमजन को दर्शाता है कि उसकी फितरत क्या है। pic.twitter.com/EaUzez104N
— Rashtriya Janata Dal (@RJDforIndia) July 11, 2022
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સુંદરતા જોવાના દ્રષ્ટિકોણ પર નિર્ભર કરે છે
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, સુંદરતા જોવાના દ્રષ્ટિકોણ પર નજર કરે છે. સારનાથનો મૂળ પ્રતિક ચિન્હ 1.6 મીટર ઊંચુ છે. જ્યારે નવા સંસદ ભવનના છત પર રહેલા પ્રતીકની ઊંચાઈ 6.5 મીટર છે. જો મૂળ સ્તંભની આકૃતિ નવી બિલ્ડીંગ પર રાખવામાં આવે તો, તે દેખાશે પણ નહીં.
Sense of proportion & perspective.
Beauty is famously regarded as lying in the eyes of the beholder.
So is the case with calm & anger.
The original #Sarnath #Emblem is 1.6 mtr high whereas the emblem on the top of the #NewParliamentBuilding is huge at 6.5 mtrs height. pic.twitter.com/JsAEUSrjtR
— Hardeep Singh Puri (@HardeepSPuri) July 12, 2022
એક્સપર્ટને એ પણ ખબર હોવી જોઈએ કે, સારનાથમાં રાખેલી મૂળ પ્રતિમા ગ્રાઉન્ડ લેવલ પર છે જ્યારે નવું પ્રતિક જમીનથી 33 મીટરની ઊંચાઈ પર છે. બંને આકૃતિની સરખામણી કરતી વખતે ખૂણા, ઊંચાઈ અને સ્કેલના પ્રભાવને પણ જોવા પડે. જો કોઈ નીચેથી સારનાથના પ્રતિકને જોશે તો તે એટલો જ શાંત અને ક્રોધિત લાગશે, જેટલી ચર્ચા થઈ રહી છે.
આ અગાઉ સોમવારે પણ વિપક્ષે રાષ્ટ્રીય પ્રતિકના અનાવરણ પર વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, પીએમ મોદી તેનું અનાવરણ કરીને સંવિધાનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ધર્મનિરપેક્ષતા આહત થઈ છે કારણ કે, પ્રધાનમંત્રીએ હિન્દુ રીતિ રિવાજો અનુસાર પ્રાર્થના કરી અને આ અવસરે કોઈ પણ વિપક્ષી નેતાને પણ બોલાવ્યા નહોતા.