ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે સ્ત્રીઓ માટે જે નીમ્ન શબ્દો કહ્યા તે જ શબ્દો કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના સંશોધનોનું દિશા નિર્દેશન કરતા રહ્યા, કોણ માનશે?
ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત મેડિકલ સંશોધક કહે છે કે સ્ત્રીઓને મગજ નથી હોતું અને તે જાતિય સુખ ભોગવવાનું સાધન માત્ર છે તેવું પ્રસ્થાપિત કરવા સેંકડો પ્રશિક્ષણ માટેના, હાડપિંજર મોડેલ ખાસ તકેદારીથી તૈયાર કરવામાં આવતા કોણ માનશે?
- Advertisement -
સ્ત્રીઓ પરત્વે ભેદભાવ અન્યાય અને દ્વેશની ભાવના સાર્વત્રિક અને સર્વકાલીન રહી હોવા છતાં એક છાપ એવી છે કે ફક્ત ભારતમાં આવું છે. આપણે એવું માનતા હોય છીએ કે ફક્ત ગરીબો અને નિરક્ષર લોકોમાં આ અનિષ્ટ હશે. જોકે તમને એ જાણી આશ્ર્ચર્ય થશે કે પ્રાચીન સમયથી પશ્ર્ચિમના ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં આ જ સ્થિતિ રહી છે.
“ઓન જનરેશન ઓફ એનિમલ્સ”માં ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે સ્ત્રીને પુરુષની વિકૃત આવૃત્તિ તરીકે દર્શાવી છે અને તેમનો આવો અભિગ પશ્ર્ચિમના તબીબી ચિંતન અને સંશોધનોમાં છેક આજ સુધી સત્તત દિશા નિર્દેશ કરતો રહ્યો છે. છેક પ્રાચીન સમયથી પશ્ર્ચિમમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને સર્વ સામાન્ય સુખાકારીની પ્રાપ્તિ અંગેની પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓને દૂર રાખવાના આવી હતી એટલે આ રીતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના નામે જે આરોગ્ય શાસ્ત્ર છે તે પુરુષો દ્વારા પુરુષો માટે રચવામાં આવેલી તબીબી શાસ્ત્ર છે તેમ કહેવું બિલકુલ વ્યાજબી જ છે. આ બાબતે વિસ્તૃત સંશોધન કરનારા સ્કોલર ત્યાં સુધી કહે છે કે પશ્ર્ચિમના તબીબી વિજ્ઞાનના દસ્તવિજીકરણ દરેક તબક્કે સ્ત્રીઓના શરીરના આગવા બંધારણ તેની આગવી સમસ્યાઓને સમજવા અને તેના ઉકેલ શોધવા બાબતે ઝનૂન પૂર્વકનું નકારાત્મક વલણ રાખવામાં
આવ્યું હતું. પશ્ર્ચિમમાં તબીબી સંશોધનોના દરેક તબક્કે સ્ત્રીઓની વિશેષ સમસ્યાઓ તેના આગવા બંધારણ અને ઉકેકને સમજવાને બદલે સ્ત્રીઓની જીવનશૈલીને દોષ દેવામ આવ્યો છે અને એક ડાહી આજ્ઞાંકિત પત્ની બની રહેવા તેના પર સત્તત ભાર મૂકવામાં આવ્યો છે. આ એક એવું અજીબ વિજ્ઞાન છે જે પોતને સહુથી વધુ આધુનિક ઠેરવતું હોવા છતાં સ્વસ્થ ના હોવા માટે પોતાની પદ્ધતિઓ પર ચિંતન અભ્યાસ કરવાને બદલે દર્દીને જ દોષિત ઠેરવે છે. લગ્ન પહેલા અને લગ્ન પછી સ્ત્રીઓની માસિકની સમસ્યાઓમાં ઘણો ફર્ક હોવા છતાં એલોપથીએ આ માટે સંપૂર્ણપણે અસરકારક એવા ઔષધો વિકસાવ્યા નથી. હોર્મોન્સની સમસ્યા, મુગ્ધાવસ્થામાં રજો નિવૃત્તિ બાબતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કાઈ જ મદદ કરી શકતું નથી છતાં પોતાના વિજ્ઞાનની મર્યાદા સ્વીકારવાને બદલે સ્ત્રીઓની ખાસ સમસ્યાઓ બાબતે સ્ત્રીને પાગલ મંદબુદ્ધિની ઠેરવવા સુધી તેઓ અચકાતા નથી. આ નિષ્કર્ષ વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ટોચના સંશોધકોએ આપ્યો છે. એલોપથી તબીબો સ્ત્રીઓના જીવનના વિવિધ તબક્કે થતાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ ને રોગ ગણતા જ નથી અને ઉલ્ટું આ નાજુક સમયે સ્ત્રીઓનો પ્રતિભાવ ઉગ્ર હોય અથવા તો તે હતાશામાં સરી પડે તો તેને માનસિક દર્દી ઠેરવી તેને એ પ્રકારની દવાઓ આપી તેનું જીવન બગાડી નાખે છે. અલબત્ત એલોપથી એ તમામ પ્રકારના રોગીઓને માનસિક પાગલ ઠેરવે છે જેની તે પોતે કાઈ સારવાર કરી શકતું નથી. અને વળી ત્યાર બાદ આવા દર્દીઓને માનસિક રોગો માટેની એવી દવાઓ પણ આપે છે જે ખરેખર દવા જ નથી ને ઉલ્ટું તે આ સમસ્યાઓમાં વધારો કરે છે.
એલોપથી પ્રત્યેનો આ અંગત આક્રોશ કે પૂર્વગ્રહ નથી બલ્કે સત્ય એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના દસ્તવિજી સંશોધન સાહિત્યમાં એવા સેંકડો પુરાવા છે જે નિર્દિષ્ટ કરે છે કે સ્ત્રીઓની આરોગ્ય વિષયક સમસ્યાઓનો અભ્યાસ કરવાનું કામ આયોજન પૂર્વક સ્ત્રીઓના હાથમાં આપવામાં આવ્યું ન્હોતું તેથી કેટલાયે તારણોમાં સ્ત્રીઓ તરફની “પુરુષદૃષ્ટિ”નો દેખીતો પ્રભાવ જોવા મળે છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની એકેડમીક બ્રાંચની નીચતાની પરાકાષ્ટા એ છે કે ખાસ્સા સમય સુધી આભાસ માટે આર્ટિસ્ટ પાસે જે હાડપિંજર તૈયાર કરાવવામાં આવતા તેમાં સ્ત્રીઓના કપાળ અને માથાના ભાગને ઘણો નાનો અને કુલ્લના ભાગને ઘણા મોટા દર્શાવવામાં આવતા! તે રીતે અભ્યાસક્રમોમાં જ એવું સૂચિત કરાતું કે સ્ત્રીઓનું શરીર પ્રજનન માટે જ બનાવવામાં આવ્યું છે અને તેને ખાસ કાઈ મગજ હોતું નથી તેથી તે ઘરે બેસી પરિવારની સેવા કરે એ જ યોગ્ય છે!
મોટા ભાગના ડોકટરો, વૈજ્ઞાનિકો કે સંશોધકો માત્ર પુરુષો હોવાથી વાતનો અંત નથી આવતો, ચોંકાવનારી વાત એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં સંશોધનો માટે જે માનવ અને પ્રાણીજ કોષ અને શરીરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તે તમામ નર શરીરના નમૂના હતા.! તેથી આધુનિક ચિકિત્સા વિજ્ઞાનને પુરુષની જૈવિક રચના બાબતે વધુ જાણકારી છે. આ જ વાતનું એક બીજું બિહામણું પાસુ એ છે કે સ્ત્રીઓને પ્રજનનનું સાધન માનવા પર વધુ ભાર મૂકવાના કારણે સંભોગ અને પ્રજનનમાં પુરુષની ભૂમિકા અને સજ્જતા બાબતે સંશોધનો તરફ એટલી ઉપેક્ષા કરવામાં આવી કે છેક 1985 સુધી આ ક્ષેત્રમાં કોઈ સંશોધનો થયાં ન્હોતા. યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (ગઈંઇં) ખાતે મહિલા આરોગ્ય સંશોધન માટેના સહયોગી નિર્દેશક ડો. જેનિન ઑસ્ટિન ક્લેટને ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે અમે પુરુષ જીવવિજ્ઞાનની તુલનામાં સ્ત્રી જીવવિજ્ઞાનના દરેક પાસાઓ વિશે બહુ ઓછું જાણીએ છીએ.
- Advertisement -
પશ્ર્ચિમી ચિકિત્સા વિજ્ઞાને સ્ત્રીઓને કેવળ પ્રજનન માટેનું કારખાનું ગણી હોવાથી તે સ્ત્રીઓની ભાવનાત્મક સમસ્યાઓ અને તેના વ્યક્તિત્વની શિરમોર સમી બાબતોના રહસ્યોને સમજવામાં તે સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.
20મી સદીની શરૂઆતમાં આંતરસ્ત્રાવી ગ્રંથીઓની કામગીરીની પ્રથમ વખત ભાળ મળી ત્યારે પશ્ર્ચિમી સંશોધકોને ફરી એક વખત પુરુષ સ્ત્રી વચ્ચે ભેદ પાડવાનો મોકો મળ્યો. આ તબક્કે એ પણ સ્પષ્ટ થયું કે સ્ત્રીઓની તમામ સમસ્યાના મૂળ ગર્ભાશયમાં નથી. જોકે આમ છતાં કહેવાતી આધુનિક ચિકિત્સા પદ્ધતિએ એટલો જ નિષ્કર્ષ કાઢ્યો કે ગર્ભાશય અને યોની જ સ્ત્રીઓને પુરુષથી અલગ પાડે છે અને બાકીના તમામ અંગ ઉપાંગ મામલે સ્ત્રી પુરુષની નબળી અને વિકૃત આવૃત્તિ છે. મેડિકલ સંશોધનના ઇતિહાસનો અભ્યાસ કરનારા ઓસ્ટેલિયાં સંશોધકે નોંધ્યું છે કે હાલમાં પણ મેડિકલ સાયન્સ સ્ત્રી અને પુરુષના શરીરની રચના અલગ હોવાનું સ્વીકારતા હોવા છતાં તેઓ સ્ત્રીની ગરિમાને સ્વીકારતા નથી.
સ્ત્રીઓ બાળકોને જન્મ આપી શકે છે આ બાબતને મુદ્દો બનાવી પશ્ર્ચિમે સ્ત્રીને શરીર અને પુરુષને બુદ્ધિ સાથે જોડ્યો છે.આ રીતે પશ્ર્ચિમે જ જાહેર જીવનમાં મહિલાઓના પ્રવેશ પર પાબંદી લગાવી હતી.