સસ્તી લોન ભૂલી જજો, વ્યાજ દર હજી વધશે: RBI ગવર્નર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશમાં માનવ ઘાતક બનેલી મોંઘવારીની સામે સંઘર્ષ કરવા માટે ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ રિઝર્વ બેન્કના ગવર્નર દ્રારા ચિંતાજનક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે એમ કહ્યું છે કે હજુ પણ ખાધ ચીજો ના ભાવમાં વધારો થઇ શકે છે.
તેમણે કહ્યું છે કે વ્યાજદરોમાં આગામી દિવસોમાં ગમે ત્યારે ફરી વાર વધારો કરવો પડે તેવી પણ શકયતા છે. આગામી દિવસોમાં દૂધ અને ખાધ તેલ સહિતની અનેક ચીજો ના ભાવમાં વધારો થઇ શકે છે અને મોંઘવારીની સામે લડવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હજુ પણ કેટલાક પગલાં જાહેર કરવા પડશે.
રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસ દ્રારા એવું કારણ આગળ ધરવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે વૈશ્વિક પરિસ્થિતિ બગડી છે અને તેને લીધે ચીજો અને ખાધ સામાનનો ભાવ ખૂબ જ વધી ગયો છે અને તેની અસર બજારમાં દેખાઈ રહી છે.
- Advertisement -
તેમણે કહ્યું છે કે આવનારા દિવસોમાં મોંઘવારી હજુ પણ વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે અને લોકોને હજુ મોંઘવારીનો સામનો કરવો પડશે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને તેનો મતલબ એવો કરવામાં આવે છે કે આગામી દિવસોમાં હજુ મોંઘવારી વધારે મોઢુ ફાડશે. તેમણે કહ્યું છે કે ફુગાવાનો દર સતત ઉંચો રહેવાને કારણે બચતમાં અવરોધ ઊભો થાય છે અને રોકાણમાં પણ મોટા અવરોધો ઊભા થાય છે પરિણામે ઉત્પાદન અને વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે અને તેને લીધે મોંઘવારી હજુ પણ આગામી દિવસોમાં વધી શકે છે અને જર પડે હજુ બીજી વખત વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.



