ધારાસભ્ય જવાહર ચાવડા રૂપિયામાં ઢંકાઇ ગયા
જવાહર ચાવડાના સમર્થકો દ્વારા તેમને સ્ટેજ પાસે બેસાડી તેમના પર 1 કલાક સુધી રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો
- Advertisement -
માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા મેંદરડા તાલુકાની 41 ગૌશાળાનાં લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર રમઝટ બોલાવી હતી.અહીં નોટોનો વરસાદ થયો હતો. ડાયરાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના સમર્થકો દ્વારા તેમને સ્ટેજ પાસે બેસાડી તેમના પર 1 કલાક સુધી રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં જવાહરભાઇ ચાવડા ચલણી નોટોથી ઢકાઇ ગયા હતાં. આ તમામ રકમ મેંદરડા તાલુકાની 41 ગૌશાળાને આપી દેવામાં આવશે.આ તકે શેરનાથબાપુ ,સુખરામ બાપુ,સાંસદ રમેશભાઈ ધડુક, મંત્રી દેવાભાઈ માલમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દિનેશભાઈ ખટારિયા, કિરણભાઇ ડાંગર સહિતનાં હાજર રહ્યાં હતાં. ગૌશાળાનાં લાભાર્થે યોજાયેલા લોકડાયરમાં અંદાજે 21 લાખ રૂપિયા એકત્ર થયા હતાં.



