મનપા ફૂડ શાખાનું BIS લાયસન્સ ધારકોને ત્યાં ઈનસ્પેકશન
સની પાજી દા ધાબા રેસ્ટોરામાં ગંદકી, મનાપાએ ફટકારી નોટીસ
- Advertisement -
રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશો અન્વયે રાજકોટ મનપાએ BISનું લાયસન્સ ધરવતા યુનિટો ઉપર ઈન્સપેકશનની કાર્યવાહી કરી હતી. જે અન્વયે મનપા ફૂડ શાખાએ બિલશન બેવરેજીસ યુનિટ ઉપર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન કેન્દ્રો પર કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી હેઠળ બિલશન બેવરેજીસનું BIS લાયસન્સની મુદ્દત 6 એપ્રિલના જ પૂરી થઈ ગઈ છે. તેથી ગેરકાયદે પાણીની બોટલનું ઉત્પાદન થતું હોવાનું સાબિત થયું હતું. તેમજ પાણીની બોટલ ઉપર ખોટી તારીખ નાખીને ઉત્પાદન કરવામાં આવતું હતું. આ ઉપરાંત યુનિટ ઉપર લેબોરેટરી ટેકનીશિયનની હાજરી નહોતી અને કોઈપણ પરીક્ષણ વીના વોટર બોટલનું વેંચાણ કરવામાં આવતું હતું. જેને લઈને મનપાએ બીલશનનું ઉત્પાદન સ્થગિત કર્યું છે અને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકવામાં આવ્યા છે.
બિસ્વીન બ્રાન્ડ દ્વારા 500 એમ.એલ તથા 1 લિટરની પાણીની બોટલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ યુનિટમાં કાર્યવાહી કરવા પર સામે આવ્યું હતું કે યુનિટ હાઈજીન કંડીશનનો ભંગ કરીને ઉત્પાદન કરે છે. લાયસન્સ વગર સોફ્ટ ડ્રિંકસનું પણ વેંચાણ કરી રહ્યા હતા. તેથી મનપાએ ફૂડ લાયસન્સની શરતોના ભંગ બદલ નોટીસ પાઠવી છે. આ ઉપરાંત સની પાજી દા ધાબા રેસ્ટોરન્ટના ઉત્પાદન સ્થળ અને સ્ટોરેજમાં ખુબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીજમાં વાસી રાંધેલ લોટ, શાકભાજી અને મંચ્યુરીયન ગ્રેવીનો જથ્થો મળ્યો હતો. તેમજ 12 કિલો અખાદ્ય વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈને હાઈજીન કંડીશન જાળવવા માટે મનપાએ નોટીસ ફટકારી છે.


