એકસપ્રેસ હાઈવે પર વીઆઈપી મુવમેન્ટ દરમિયાન પ્રતીક ગાડી લઈને નીકળતા પોલીસે દંડ ફટકાર્યો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
બોલીવુડના ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી માટે મુંબઈ પોલીસ વિલન બની હતી! જી હા, પોલીસે પ્રતીક ગાંધીનો કોલર પકડીને તેને ગોદાનમાં નાખ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા અપમાનીત થવા મામલે પ્રતીકે ટવીટ પણ કર્યું હતું. જો કે તેણે સ્પષ્ટ પણ કર્યું હતું કે તેણે રસ્તા પર વીઆઈપી મુવમેન્ટ દરમિયાન ચાલવાની કોશીશ કરી હતી અને આ દરમિયાન ગાડી લઈને નીકળવા બદલ પ્રતીકને દંડ પણ ફટકારાયો હતો.
પ્રતીક ગાંધીએ ટવીટમાં લખ્યું હતું કે ટવીટમાં લખ્યું હતું કે મુંબઈ વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર વીઆઈપી મુવમેન્ટના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.મેં શુટીંગના સ્થળે પહોંચવા માટે રસ્તા પર ચાલવાનું શરૂ કરી દીધું હતું ત્યારે પોલીસે મને ખભેથી પકડી લીધો હતો, તેમણે મારી સાથે કંઈપણ વાત કર્યા વગર મને આરસ પથ્થરના ગોડાઉનમાં ધકેલી દીધો હતો. આ ટવીટ સાથે તેણે હેશટેગ અપમાનીત પણ લખ્યું છે. પ્રતીકની આ ટવીટ પર યુઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક ટવીટરે લખ્યું- વડાપ્રધાન મોદી શહેરની મુલાકાત લઈ રહ્યા છે, તેને લઈને આમ થઈ શકે છે. પ્રતીકે પણ યુઝરને કોમેન્ટનો જવાબ આપ્યો હતો કે ઉપ્સ, મને આ ખબર નહોતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રતીક ફિલ્મ ‘ફુલે’માં નજરે પડશે.


