મિડલ ઓર્ડરમાં બેટિંગ બંને ટીમોની મુખ્ય સમસ્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આત્મવિશ્વાસથી સભર રાજસ્થાન રોયલ્સ અને કોરોનાના સંક્રમણથી પીડિત દિલ્હી કેપિટલ્સ વચ્ચે શુક્રવારે રમાનારા ઔઆઇપીએલના મુકાબાલમાં સ્પિનના જાદુગર યૂજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. ઓરેન્જ કેપ હોલ્ડર જોસ બટલર (375 રન) તથા પર્પલ કેપ ધરાવતા ચહલ (17 વિકેટ)નું ફોર્મ જોતાં રાજસ્થાનની ટીમ વર્તમાન સિઝનમાં સૌથી મજબૂત ટીમોમાંની એક બની ગઈ છે. શિમરોન હેતમાયરને બાદ કરતાં મિડલ ઓર્ડરે એવરેજ દેખાવ કર્યો હોવા છતાં રાજસ્થાનને કોઈ સમસ્યા નથી.
દિલ્હીની ટીમમાં કોરોનાએ પગપેસારો કર્યો હોવા છતાં તેણે છેલ્લી મેચમાં પંજાબને નવ વિકેટે પરાજય આપ્યો હતો. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ 13 વિકેટ સાથે બીજા ક્રમે છે અને તે બટલરને પડકાર ફેંકી શકે છે. કુલદીપ, અક્ષર પટેલ તથા લલિત યાદવ રાજસ્થાનના રનરેટને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે પરંતુ વાનખેડેની બેટિંગ પિચ ઉપર બટલરને રોકવો મુખ્ય એજન્ડા રહેશે. બીજી તરફ ચહલ ઓપનર ડેવિડ વોર્નર, પૃથ્વી શો તથા સુકાની રિષભ પંતને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે.
ધોનીનો છેલ્લાં બોલે વિજયી ચોગ્ગો મુંબઈ સતત સાતમી મેચ હારી
- Advertisement -
ધોની(13 બોલમાં અણનમ 28 રન)એ તેના આગવા અંદાજમાં આખરી બોલે વિજય માટે જરુરી ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને મુંબઈ સામેની આઇપીએલ ટી-20માં ત્રણ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. ચેન્નાઈને જીતવા માટે આખરી ઓવરમાં 17 રનની જરુર હતી, ત્યારે ઉનડકટના પહેલા બોલે પ્રેટોરિઅસ(22) એલબીડબલ્યુ થયો હતો. બીજા બોલે બ્રાવોએ એક રન લેતા ધોનીને સ્ટ્રાઈક આપી હતી. ધોનીએ ત્યાર બાદ છગ્ગો અને ચોગ્ગો ફટકારતાં તેમને જીતવા આખરી બે બોલમાં છ રનની જરુર હતી. ધોનીએ પાંચમા બોલે બે રન લીધા હતા અને આખરી બોલે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
ચેન્નાઈએ 156ના પડકારને સાત વિકેટે પાર પાડતાં સિઝનની બીજી જીત હાંસલ કરી હતી. જ્યારે મુંબઈ સતત સાતમી મેચ હારતાં પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે. ચેન્નાઈ તરફથી અંબાતી રાયડુએ 40, રોબિન ઉથપ્પાએ 30 અને પ્રેટોરિઅસે 14 બોલમાં 22 રન કર્યા હતા. મુંબઈ તરફથી સેમ્સે 30 રનમાં ચાર વિકેટ મેળવી હતી.


