કચ્છમાંથી 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાતાં ખળભળાટ
ગુજરાત ATS અને DRIનું કંડલા પોર્ટ ઉપર સફળ ઓપરેશન : 250 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય જાણે ડ્રગ્સ માટેનું એન્ટ્રીપોઈન્ટ બની ગયું હોય તેમ આજે રાજ્યનાં કચ્છ જિલ્લાનાં કંડલા પોર્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયુ છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ. 250 કિલો ડ્રગ્સની કિંમત આશરે બેથી ત્રણ હજાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો આ જથ્થો ક્ધટેનર્સમાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. તો બીજી તરફ ડ્રગ્સની કિંમતનો આંકડો હજુ વધી તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મોટી સંખ્યામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. ભંગારની આડમાં ક્ધટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કસ્ટમ સહિતની કેન્દ્રની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ કરવામાં આવ્યો છે.


