પોલીસે 6.55 લાખનો મુદામાલ કબજે કર્યો, 1 લાખમાં સટ્ટાનું આઇડી લીધુ હતું
જૂનાગઢનાં કાકા કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લોધો હતો. તેમજ પોલીસે રૂપિયા 6.55 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ શખ્સે કેશોદનાં શખ્સ પાસેથી એક લાખમાં સટ્ટાનું આઇડી લીધું હતું.
આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સોને ઝડપી લેવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને સુચના આપી હતી.ત્યારે જૂનાગઢનાં કાકા કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર 3માં નૈમીષ મધુસુદનભાઇ ભલાણી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે તેવી બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા સહિતીની ટીમે વોચ ગોઠી હતી અને બામતીના સ્થળ પર પહોંચ્યાં હતાં. અહીં દુકાનનું કોઇ બોર્ડ માર્યું ન હતું. પાછળનાં ભાગેથી અંદર થતા અડધુ શર્ટર ખુલ્લુ હતું. એક શખ્સ પોલીસને જોઇ મોબાઇલ ખાનામાં મુકી દીધો હતો.
- Advertisement -
પોલીસે તપાસ કરતા આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે કેશોદનાં કિશોર પાસેથી સટ્ટાનું આઇડી એક લાખમાં લીધાનું કબુલ્યું હતું. તેમજ સોદાઓનું કટીંગ કેશોદ વાળો મુકો પાસે ટીમનાં ભાવ પ્રમાણે મોબાઇલ ફોનથી સોદા કરતો હતો. પોલીસે સટ્ટો રમાડતો નૈમીષને દારૂ, ટીવી, ફોન, રૂપિયા 1,39,850 રોકડા અને કાર મળી રૂપિયા 6,55,350નો મુદામાલ કબજે કર્યો હતો.



